(રવિ નિમાવત દ્વારા),
Morbi, તા,02
રાજ્યના ગુજરાત વહીવટી સેવા (GAS) અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ આપવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લાના ત્રણ અધિકારીઓની અન્ય સ્થળે બદલી કરવામાં આવી છે
વાંકાનેર પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા વી ડી સાકરિયાની બઢતી ક્લાસ ૧ (સીનીયર સ્કેલ) માં કરવામાં આવી છે અને તેમની નિમણુક સુરેન્દ્રનગર નિવાસી અધિક કલેકટર તરીકે કરવામાં આવી છે મોરબી કલેકટર કચેરીમાં નાયબ કલેકટર ૧ તરીકે ફરજ બજાવતા યુ એમ પટેલની બઢતી ક્લાસ ૧ (સીનીયર સ્કેલ) કરીને અમદાવાદ અધિક કલેકટર (નવી ઉભી કરાયેલ પોસ્ટ) પર નિમણુક કરવામાં આવી છે તેમજ મોરબી મ્યુનીસીપલ કોર્પોરેશનમાં નાયબ કમિશ્નર તરીકે કાર્યરત કે આર વાળાની બદલી ગાંધીનગર ખાતે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડમ મુખ્ય વહીવટી અધિકારી તરીકે કરવામાં આવી છે

