New Delhi તા.31
આવકવેરા રીટર્ન ફાઈલ કરવાની મુદતમાં વધારા વચ્ચે સીધા કરવેલા બોર્ડ દ્વારા આઈટીઆર-1 તથા આઈટીઆર-4 માટે એકસેલ સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે.
કરદાતાઓ જ રીટર્ન ફાઈલ કરી કરવાનું શરૂ કરી શકે છે. રિટર્ન ફાઈલ કરવાની મુદત તા.31 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર કરવામાં આવી છે. ફોર્મ 1 અને 4 માં 50 લાખ સુધીની આવક ધરાવતાં વ્યકિતગત એચયુએફ તથા સંસ્થાકીય કરદાતાઓએ રિટર્ન ફાઈલ કરવાનાં હોય છે.આ કરદાતાઓને ઓડીટ કરાવવાનું હોતું નથી.