(ભરત ભોગાયતા)
Jamnagar તા.૪
Jamnagarના મતદારોએ અઢળક મત આપીને ચુંટેલા નગરસેવકોએ શાસન ધુરા સંભાળી લીધી છે હવે વચનપાલનનો સમય આવ્યો છે પક્ષની વિચારધારા અને કાર્યપધ્ધતિ સાથે પાંચેય પદાધિકારીઓ સહિત શાસકપક્ષના દરેક નગરસેવકો પોતાના અનુભવ અને અભ્યાસ મુજબ Jamnagar કોર્પોરેશનની શાસનધૂરા સંભાળી જવાબદારીઓ વહન કરવા સજ્જ થઈ ગયા છે
રાજ્ય સ્તરે અને નગર સ્તરે નિર્યણ હુકમ કે ઠરાવના પ્રકારમાં ફરક હોય જ્યાં સમગ્ર રાજ્ય માટે એકસરખો નિર્ણય થઈ શકે જ્યારે નગર મહાનગર માં સ્થાનિક સ્તરે વિસ્તાર વાઇઝ કે વોર્ડવાઈઝ નિર્યણ પ્રાથમિક જન સુવિધાઓ માટે અલગ અલગ પણ હોઈ શકે છે
Jamnagar મહાનગરપાલિકાના હોદેદારોમા મેયર -મોનિકાબેન વ્યાસ,ડેપ્યુટી મેયર -રાકેશભાઈ ડેર,સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન -ધીરેનભાઈ મોનાણી,શાસકપક્ષ નેતા – અમરભાઇ મોદી,દંડક તરીકે પ્રવિણાબેન રૂપડિયાની વરણી થઇ છે મેયર મોનીકાબેન વ્યાસ શિક્ષીત છે અને છેલ્લા વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં સક્રિય રહ્યા છે.
શહેર સંગઠનમાં ઉપપ્રમુખ તેમજ પ્રદેશ કારોબારી સમિતિના સભ્ય તરીકે કામગીરી બજાવ્યા બાદ કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. હવે શહેરના પ્રથમ નાગરિક છે ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર શીક્ષીત છે અને કન્સ્ટ્રક્શન વ્યવસાયી છે.સ્થાયી સમિતિના ચેરમેન ધીરેનભાઈ બી.કોમ. તથા આઈ.પી.સી.સી. (કોમર્સ ગ્રેજ્યુએટ સાથે ઇન્ટિગ્રેટેડ સ્કીલ પરીક્ષા/સીએ એન્ટ્રન્સ સુધી અભ્યાસ કરેલા )છે ટ્યુશન કલાસ ચલાવે છે અને સામાજિક સંસ્થાઓમાં જોડાયેલા છે શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી
શિક્ષિત અને વ્યવસાયે વેપારી એવા અમર મહેન્દ્રભાઈ મોદીને જામનગર મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષથી ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલા છે Jamnagar મહાનગરપાલિકામાં દંડક (ચીફ વ્હિપ) તરીકે પ્રવીણાબેન રૂપડીયાની વરણી કરવામાં આવી છે. બી.એ. બાદ માસ્ટર ડિગ્રી સુધીનો ઉચ્ચ અભ્યાસ કરેલા તેઓ છેલ્લા વીસ વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે. ભાજપ મહિલા મોરચામાં શહેર મંત્રી સહિત વિવિધ હોદ્દાઓ પર કામગીરી બજાવી ચૂકેલા છે જામનગર કોર્પોરેશનના આ પાંચ પદાધિકારીઓ શિક્ષણ અને અનુભવના ભાથા સાથે તેમજ સેવા, સમર્પણ અને સંવેદના ની સંકલ્પબધ્ધતા સાથે કાયદાકીય જોગવાઈઓ નાણાંકીય બાબતો યોજનાઓ વિકાસકાર્યો ફરિયાદો વગેરે બાબતોનો અભ્યાસ કરીને સુશાસન માટે કાર્યરત થયાનું તારણ નીકળે છે

