શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંત રત્ન)
શ્રાવણ વદ ત્રીજને ગુરૂવાર તા.૩૧ ઓગસ્ટ ના દિવસથી જન્માષ્ટમીના મહાપર્વનો પ્રારંભ થશે. આ વર્ષે પાંચમ તિથી નો ક્ષય હોય તથા સોમવારે ત્રીજ તિથી સવારે ૮.૫૨ સુધી જ છે ત્યારબાદ સોમવારે આખો દિવસ રાત્રી ચોથ તિથિ છે. . આથી દરેક મુખ્ય પંચાંગ પ્રમાણે તથા જયોતિષ ના નિયમ પ્રમાણે બોળચોથ શ્રાવણ વદ ત્રીજ ને સોમવારે છે. જ્યારે નાગ પાંચમ મંગળવારે છે
બોળચોથને બહુલા ચોથ પણ કહેવાય છે.
એક પૌરાણિક માન્યતા પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન ને બહુલ નામ ની ગાય બહુ પ્રીય હતી આથી શ્રીકૃષ્ણ ભગવાને બહુલા ગાયને વરદાન આપેલું કે શ્રાવણ વદે ચોથના દિવસે તારું પૂજન થશે આથી આ દિવસે ગાય પુજા નુ મહત્વ વધારે છે. ગાય મા તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. આમ ગાયની સેવા પુજા કરવાથી દરેક ભગવાનની પુજા થાય છે.
ગાયની પુજા અને સેવા કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ રહે છે, ભાગ્યોદય થાય છે.
ખાસ કરીને બોળચોથના દિવસે ગાયને નવી ઝુલ, ઘંટડી અને ગાયને શણગારથી શણગારી ગાયને ઘાસ નાંખવું, ગાયની પુજા કરવી સાથે બીજા લોકોને પણ પુજા કરવાની પ્રેરણા આપવી, આ દિવસે ગાય અને વાછરડાનું પુજન કરવું.બોળચોથના દિવસે ખાંડવું નહી, દળવું નહી, છરી-ચપ્પુનો ઉપયોગ ન કરવો તે ઉપરાંત આ દિવસે રસોઈમાં ઘઉંનો ઉપયોગ ન કરવો. આ દિવસે વ્રત રહેવું બોળ ચોથ ની કથા વાંચવી અથવા સાંભળવી
પહેલાના જમાનામાં ગાયો વગરનું એક પણ ઘર હતું નહી. જેની પાસે ગાયો વધારે તે વધારે ધનવાન ગણાતા, સવારના સમયે ગૌસેવા થતી, પુરાણોમાં જોઈએ તો ઋષિ મુની પણ ગાયો રાખતા અને ભગવાન શ્રી કૃષ્ણે પણ ગૌ સેવા કરેલી. ભાગ્યોદય અને પ્રગતિ માટે દરરોજ અથવા દેર ગુરૂવારે પોતાની બંને હથેળીમાં ગોળચોળી અને ગાયને હથેળી ચાટવા આપવી. આમ કરવાથી જીવનના બધા જ દોષ દુર થાય છે. જો કે આ વિધી કરવામાં શાંત ગાયને ગોતવી. ગાયને ઘાસ નાંખવાર્થી પિતૃઓને મોક્ષગતી મળે છે. ઘરમાં સુખ શાંતિમાં વધારો થાય છે.
ગાયોની સેવા કરવાથી બીમારીમાંથી મુક્તિ મળે છે.
તા.૩૧ ઓગષ્ટ ગુરૂવારે બોળચોથ, તા.૧ સપ્ટેમ્બર મંગળવારે નાગ પાંચમ,તા.૨ સપ્ટેમ્બર બુધવારે રાંધણ છઠ્ઠ,તા.૩ સપ્ટેમ્બર ગુરુવારે શિતળા સાતમ, તા.૪ સપ્ટેમ્બર શુક્રવારે જન્માષ્ટમી.
– શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંત રત્ન)

