Junagadh તા.11
જુનાગઢ ટીંબાવાડીથી આગળ મધુરમથી લઈ વાડલા ફાટકનો વિસ્તાર સિંહનું રહેઠાણ હોય તેમ છાશવારે સિંહનાં આંટાફેરા વધી રહ્યા છે જેથી અનેક નાની મોટી સોસાયટીઓ ટાઉનશીપના રહીશોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
વાડલા ફાટક પાસે રાધીકા રેસીડેન્સીમાં 3 સિંહ આવી ચડતા ગાયની પાછળ દોડતા લોકોએ જોયા હતા બાદ મધુરમ સાઈબાબાવાળી ગલીમાં સ્વપ્નલોક ટાઉનશીપમાં ત્રણ સિંહ જોવા મળ્યા હતા. મધુરમ ચંદન પાર્કમાં ગાયનું મારણ ગઈકાલે કર્યુ હતું. વારંવાર સિંહના આવન જાવનથી રહીશોમાં ભયનું લખલખુ ફેલાઈ જવા પામેલ છે. ડીસીએફ જોષીના જણાવ્યા મુજબ આજુબાજુ જંગલનો વિસ્તાર હોય ખડીયા-ભવનાથ વિસ્તાર જંગલથી નજીક છે જેથી સિંહ ચડી આવતા હોય છે.
સરોવર પોર્ટિકો હોટલમાં સિંહ ચડી આવેલ જે તેના ગ્રુપમાંથી વિખુટો પડી ગયો હતો. આ માટે હોટલમાં આંટાફેરાથી આશ્ર્ચર્ય ફેલાયું હતું જે ગ્રુપ આ વિસ્તારમાં સતત આંટાફેરા કરે છે.

