Junagadh, તા.11
હાલ જુનાગઢ મહાનગરમાં કમિશનર વહીવટદારનું શાસન હોય જેથી કોઈની રોકટોક વીના જુનાગઢ મનપા કમિશ્ર્નર, આસી. કમિશ્ર્નર દ્વારા શહેરને સુંદર બનાવવા સાથે દબાણો દુર કરવાની કાર્યવાહી ધીમે ધીમે વેગ પકડતી જાય છે. નડતરરુપ દબાણ કરેલા રસ્તાઓ ટ્રાફીકને અડચણરૂપ દબાણો રદ કરવામાં આવી રહ્યા છે, 5 દુકાનોને શીલ કરવામાં આવી છે.
એક સોની પેઢીને રૂા.50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખુદ કમિશ્ર્નર ડો. ઓમપ્રકાશ ચેકીંગમાં નીકળ્યા હતા. આગાખાન હોસ્ટેલ પાસેની ઠાકર ચા, જય ઠાકરાધણી, અભય કોલ્ડ્રીંગ, સરદાર ચોકમાંથી જય બેકરી, કાળવા ચોકમાં રજવાડી શક્તિ ચા, એમ.જી.રોડ પરની જલારામ ફરસાણ, મંજુરી વગરના ઓટલા, ચાની લારીઓ સહિતને દુર કરી 5 દુકાનોને શીલ કરવામાં આવી હતી. કે.ડી.જવેલર્સ પાસેથી સ્થળ ઉપર જ રૂા.50 હજારનો દંડ વસુલાયો હતો.

