Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, April 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadh માં સરકારી નોકરી અપાવવાની લાલચે છેતરપિંડી આચરવામાં આવી
    સૌરાષ્ટ્ર

    Junagadh માં સરકારી નોકરી અપાવવાની લાલચે છેતરપિંડી આચરવામાં આવી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraOctober 7, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh,તા.૭

    જૂનાગઢમાં સરકારી નોકરી અપાવવાની લાલચે છેતરપિંડી આચરવામાં આવી છે. યુવાનને નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી છે. ગાંધીનગર મનપામાં નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી હતી. ભેસાણના છોડવડી ગામનો યુવાન આનો ભોગ બન્યો હતો. યુવાનને ડુપ્લિકેટ કોલલેટર આપી રૂ. ૯.૩૨ લાખની રકમ પડાવવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નોકરીનો કોલલેટર આપ્યો હતો. આ બનાવને લઈને સુરેન્દ્રનગરના વઢવાણના શખ્સ સામે પીડિતે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દેવેન્દ્ર હડિયાલ નામના શખ્સ સામે ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

    સરકારી નોકરીની લાલચ આપીને છેતરપિંડીના બનાવમાં વધારો થઈ રહ્યો છે. અગાઉ આવા જ બનાવમાં જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના જીંજરી ગામે રહેતા રવિરાજ મનસુખભાઈ કુંડારીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ખેતી કામ કરૂ છું અને કન્ઝ્‌યુમર પ્રોટેક્શન એન્ડ એનાલિસિસ કમિટી નામના ગ્રાહક સુરક્ષા એનજીઓમાં પણ સેવા આપું છું. મેં સ્ઝ્રછ સુધી અભ્યાસ કર્યો છે. મારા ગામની નજીકમાં કલાણા ગામ આવેલ હોય ત્યાં અવારનવાર જતો હોય જેથી ગામના લાલાભાઈ પટેલ સાથે મારે મિત્રતા થઈ હતી. લાલાભાઈ કલાણા ગામમાં મેડિકલ ચલાવતા હોય હું તેના મેડિકલમાં અવાર નવાર બેસવા જતો હતો. ત્યારે કાનાભાઈના મિત્ર નવનીતભાઈ કાંતિભાઈ રામાણી સાથે મારે ઓળખાણ થઈ હતી અને અમારા બંને વચ્ચે મિત્રતા થઈ હતી.

    આજથી ૪ વર્ષ પહેલાં હું તથા લાલાભાઈ કલાણા ગામે આવેલા મેડિકલમાં બેઠા હતા ત્યારે નવનીતભાઈ ત્યાં આવ્યા હતા. આ વખતે લાલાભાઈએ મને જણાવેલ કે, નવનીતભાઈને ગાંધીનગરમાં સારા કોન્ટેક છે, કોઈને સરકારી નોકરી લેવાની હોય તો અપાવી દે છે. જેથી મેં કહ્યું હતું કે, નોકરી મેળવવા માટે શું કંઈ આપવું પડે તો લાલાભાઈએ કહ્યું કે, તું નવનીતભાઈને જ પૂછી લે. જેથી મેં નવનીતભાઈને કહ્યું કે, મેં એમસીએ સુધી અભ્યાસ કર્યો છે, મારે નોકરી મેળવવી છે તો તમે મારી નોકરી ગોઠવી આપો. જેથી નવનીતભાઈએ મને કહ્યું કે, હું બધા પાસેથી નોકરી અપાવવા પેટે રૂપિયા ૧૨ લાખ લઉં છું પણ તું મારો મિત્ર છે, જેથી તારી પાસેથી ૧૧ લાખ લઈશ અને તને નોકરી અપાવી દઈશ.ત્યારબાદ બે-ત્રણ દિવસ પછી ૪ વાગ્યે હું તથા મારા માતા-પિતા અને મારી પત્ની અમે બધા અમારા ઘરે હતા. ત્યારે નવનીતભાઈ તથા તેમનો મિત્ર પાર્થભાઈ તે બંને બાઈક લઈને અમારા ઘરે આવ્યા અને કહ્યું કે, તમને બિન સચિવાલય ક્લાર્કમાં નોકરી અપાવીશ. જેના ટોકન પેટે રૂપિયા ૧.૫૦ લાખ આપવાના રહેશે અને બાકીના રૂપિયા ૯.૫૦ લાખ તમારો નોકરીનો ઓર્ડર આવે ત્યારે આપવાના રહેશે. પરીક્ષાના આગલા દિવસે મારો ફોન આવે એ રીતે ઓએમઆરની પાછળ પેન્સીલથી કોડ લખવાનો રહેશે તેમ જણાવતા તેની ઉપર વિશ્વાસ બેસતા અમે હા પાડી હતી. ત્યારબાદ મારા પિતા મનસુખભાઈ તથા મારા-પિતાના મિત્ર જગાભાઈ ડાંગરે રોકડા રૂપિયા ૧.૫૦ લાખ લઈને કલાણા ગામ ગયા અને લાલાભાઈના મેડિકલ ખાતે નવનીતભાઈને તે રૂપિયા આપ્યા હતા.બે વખત બિન સચિવાલયની ભરતીની પરીક્ષા આવેલ અને આગલા દિવસે નવનીતભાઈ મને મારા વોટ્‌સઅપમાં કુલ ૨૦૦ એમસીક્યુ મોકલ્યા હતા. જેમાંથી ૧૦૦ પેન્સિલથી ટીક કરવાના છે અને બાકીના પેનથી ટીક કરવાના છે અને પેન્સિલથી ટીક કરશો તે ખોટા હશે તો તેમાં સુધારો કરીને સાચા એમસીક્યુ પેનથી ટીક કરી આપશે અને ૧૦૦ પેનથી ટીક કર્યા હશે તે જેમના તેમ જ રહેશે. બાદમાં મેં બિન સચિવાલય ક્લાર્કની જૂનાગઢ ખાતે ૩-૨-૨૦૧૯ ના રોજ પરીક્ષા આપી હતી. જેમાં મેં નવનીતભાઈના જણાવ્યા મુજબ ૧૦૦ એમસીક્યુ પેન્સિલથી અને ૧૦૦ એમસીક્યુ પેનથી ટીક કર્યા હતા. આશરે દસેક દિવસ બાદ જે પરીક્ષા આપી હતી તે પરીક્ષા કેન્સલ થઈ હતી. ત્યાર પછી ફરીથી બિન સચિવાલયની પરીક્ષા લેવાની તારીખ જાહેર થયેલ ત્યારે મને નવનીતભાઈનો ફોન આવેલ અને જણાવેલ કે આ વખતે સિસ્ટમ બદલાઈ ગઈ છે. હવે આપણે પરીક્ષાના આગલા દિવસે કોડ આવશે જે કોડ ઓએમઆર સીટની પાછળ ડાબા ખૂણા ઉપર લખી નાખવાનો રહેશે અને થોડા દિવસ બાદ બિન સચિવાલયની પરીક્ષા આવેલ અને પરીક્ષાના આગળના દિવસે નવનીતનો ફોન આવેલ અને મને કહ્યું કે, ્‌૯ કોડ આવેલ છે જે કોડ ઓએમઆર સીટની પાછળ ડાબા ખૂણા ઉપર લખી નાખવાનો રહેશે. જે પરીક્ષા મેં જૂનાગઢ આલ્ફા સ્કૂલ મધુરમ ખાતે ૧૩-૨-૨૦૨૨ ના રોજ આપી હતી. નવનીતભાઈના કહેવા મુજબ મેં ડાબા ખૂણામાં ્‌૯ કોડ લખ્યો અને પરીક્ષા આપીને હું મારા ઘરે આવતો રહ્યો હતો. મેં બિન સચિવાયલની જે પરીક્ષા આપી હતી તે પરીક્ષાનું ઓએમઆર સીટનું રિઝલ્ટ આવેલ જેમાં મારું નામ આવેલ નહીં. જેથી મેં નવનીતભાઈને ફોન કરીને જણાવેલ કે, મારું નામ રિઝલ્ટમાં આવેલ નથી તેમ કહેતા નવનીતભાઈએ મને જણાવેલ કે તમારું નામ રિઝલ્ટમાં નહીં આવે. તમારો સીધો હસમુખ પટેલ સાહેબના નામવાળો લેટર આવશે. બે મહિના પછી બિન સચિવાયલની ભરતી થયેલ તે ઉમેદવારોના ઓર્ડર બહાર પડી ગયાના બે મહિના પછી નવનીતભાઈનો ફોન આવેલ અને વાત કરેલ કે કાલે તમારો ઓર્ડર આવી જશે તમે બાકીના રૂપિયા લઈ આવી જજો, તેમ કહેતા બીજા દિવસે હું તથા મારા મિત્ર પ્રવીણભાઈ કાબા સાથે નવનીતભાઈના ઘરે ગયા અને રૂપિયા ૬ લાખ તેમને તેમના ઘરે આપ્યા હતા. જેથી નવનીતભાઈએ બિન સચિવાલયનો મારા નામનો ઓર્ડર મને આપ્યો હતો.

     

    Junagadh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli: સ્કૂલ બસનું સ્ટેયરિંગ તૂટી જતાં અકસ્માત, ૮થી વધુ બાળકો ઈજાગ્રસ્ત

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: લાઠી રોડ પર દારૂ ભરેલી બે કાર સાથે ત્રિપુટી ઝડપાઇ

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: ઠેબી ડેમ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના વીજ પોલ ધરાશાયી થયા

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકને આર્મી ઓફિસરની ઓળખ આપી 34 હજારની છેતરપીંડી

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: લીલીયાનાં સનાળીયા ગામે યુવાનની ઘાતકી હત્યા

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: ખાંભાના ભૂંડણી ગામે બે બાળકોનાં નદીમાં ડૂબી જતાં મોત

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.