Junagadh, તા.13
જૂનાગઢના પ્લાસવા ગામની સીમ વિસ્તારમાં રહેતા દેવાભાઇ જેઠાભાઇ કોડીયાતરના લગ્ન સોમનાથ જિલ્લાના બોળીદર ગામે થયા હતા. લગ્નના બીજા જ દિવસે તેમની પત્નીએ ગળેફાંસો ખાઇ લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. તાલુકા પોલીસમાં મૃતક દિકરીના પિતાએ ફરીયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત મુજબ ગઢડા તાલુકાના બોડીદર ગામે રહેતા ફરિયાદી કરશનભાઇ રામભાઇ મકવાણા (ઉ.વ. 56)ની દિકરી અંકિતાબેન (ઉ.વ. 22)ના લગ્ન જૂનાગઢ તાબેના પ્લાસવા ગામે રહેતા દેવાભાઇ જેઠાભાઇ કોડીયાતર સાથે થયા હતા. લગ્નના બીજા દિવસે પ્લાસવા ગામે વાડી વિસ્તારમાં અંકિતાબેન તેના સાસરીયે એક દિવસ પહેલા આવી હતી. કોઇ અગમ્ય કારણોસર મકાનની છતમાં પંખા સાથે લટકી જઇ ગળેફાંસો ખાઇને જીવ આપી દીધો હતો.
આ અંગે મૃતક અંકિતાબેનના પિતા કરશનભાઇ રામભાઇ મકવાણાએ તાલુકા પોલીસમાં નિવેદન આપ્યા મુજબ 8 એપ્રિલના દિકરી અંકિતાના લગ્ન પ્લાસવાના દેવાભાઇ જેઠાભાઇ કોડીયાતર સાથે બુધવારના થયા હતા.
કુટુંબ પ્લાસવા ગામે જ રહેતું હોય. દિકરીને સાસરીયે વળાવી ભાઇને ત્યાં રોકાયેલ હતા. બાદ પરિવારના પોતાના ગામ બોડીદર ગામે જઇ રહ્યા હતા. ત્યારે દિકરી અંકિતાએ કોઇ કારણોસર ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવી નાખ્યું હતું.
જેની જાણ કરશનભાઇ રામને રસ્તામાં જ થતાં પરત પ્લાસવા ગામે પરત આવ્યા હતા. જેની તાલુકા પોલીસમાં અંકિતાબેનના મૃત્યુની જાણ કરતાં તાલુકા પીએસઆઇ એચ.કે. સોનારતે તપાસ હાથ ધરી છે. પોલીસે લાશનો કબ્જો લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી જીણવટભરી તપાસ હાથ ધરી છે. એક જ દિવસમાં નવોઢાએ જીવ આપી દેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.

