Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ
    • Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે
    • Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત
    • Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી
    • Morbi : માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું હાર્ટ એટેકથી મોત
    • Morbi : ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો
    • Morbi : ગુજરાતનો વિકાસ રોકનારાને ઘરભેગા કરવાનો સમય આવી ગયો છે
    • Morbi : યુવાને 9 લાખ સામે 7 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી કરતા ધાકધમકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Kabrau Mughal Dham ના બાપુની દીકરીને ઉઠાવી ભુજના બુકીએ લગ્ન કરી લીધા
    સૌરાષ્ટ્ર

    Kabrau Mughal Dham ના બાપુની દીકરીને ઉઠાવી ભુજના બુકીએ લગ્ન કરી લીધા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 1, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhuj,તા.૧

    માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશના લાખો લોકોની શ્રદ્ધાને ઠેસ પહોંચાડનારી કચ્છ ભચાઉ કબરાઉ મોગલધામની ઘટનામાં માન્યામાં ન આવે તેવો ટ્‌વીસ્ટ આવ્યો છે. અત્યાર સુધી એમ લાગતું હતું કે, ભુજનો બદમાશ બુકી મોગલધામના બાપુની દીકરીને બળજબરીથી ઉઠાવી ગયો છે. પરંતુ હમણાં જ મળી રહેલા રિપોર્ટ મુજબ ભુજના આ બદમાશ બુકીએ તો બાપુની દીકરી સાથે કાયદેસરના લગ્ન કરી લીધા છે. હવે જોવાનું એ રહ્યું કે, વલસાડથી બંનેને પકડી લઇ આવી રહેલી ભચાઉની પોલીસ તેમની સાથે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે.

    કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કબરાઉના બાપુની પુખ્ત વયની દીકરીને ભુજનો હરામખોર બુકી પાંચ દિવસ પહેલા સોમવારે ૨૫મી નવેમ્બરે ઉઠાવી જતા ખળભળાટ મચી ગયો હતો. હવે આ સમગ્ર મામલે એવા સમાચાર મળી રહ્યા છે કે, ભુજના આ બદમાશ બુકીએ તો બાપુની દીકરી સાથે કાયદેસરના લગ્ન કરી લીધા છે. ભચાઉ પોલીસની ટીમ તેમને લઈને કચ્છ આવી રહી છે. દીકરીના કુટુંબીજનો પોલીસ સ્ટેશનમાં હાજર છે. બીજી તરફ ભુજથી બુકી યુવાનના ફેમેલી મેમ્બર પણ ભચાઉ જવા રવાના થઇ ગયા છે. અત્યાર સુધી આ મામલામાં એવું લાગતું હતું કે, ભુજનો બુકી યુવાન ઓમ ડાભી (દરજી) બાપુની દીકરીને બળજબરીથી ઉઠાવી ગયો છે. પરંતુ જે રીતે બંનેના લગ્ન ફોટા અને મેરેજ સર્ટિફિકેટના ફોટા વાયરલ થઇ રહ્યા છે તેના ઉપરથી એમ લાગે છે કે, દીકરી તેની મરજીથી ઘર છોડીને બુકી સાથે જતી રહી હતી.

    ઉલ્લેખનીય છે કે, ભચાઉ પોલીસ મથકમાં દાખલ થયેલી ગુમનોંધને પગલે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સને આધારે બંનેને પાંચ દિવસે વલસાડ જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. ભચાઉ પોલીસની એક ટીમ બંનેને લેવા માટે શુક્રવારે વલસાડ જવા માટે નીકળી ગઈ હતી. જો કે, લાખો લોકોના આસ્થા સમા પવિત્ર ધામમાં દર્શનના નામે ત્રણ વર્ષથી કબરાઉ આવતા બદમાશ બુકીના આ નિંદનીય કૃત્યથી શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

    એસપીથી લઈને ઇન્સ્પેક્ટર, બધાની બોલતી બંધ થઇ ગઈ છે ! : સમગ્ર મામલે શરૂઆતથી જ પૂર્વ કચ્છ પોલીસની ભૂમિકા અતિ શંકાસ્પદ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ભુજના બુકી યુવક અને મોગલધામના બાપુની દીકરીના લગ્ન અને તેમને ભચાઉ લઇ આવવા અંગે ન્યુઝ પોર્ટર’ દવારા હકીકત જાણવા માટે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ સમગ્ર મામલે પોલીસ જાણે કે, ચૂપ રહેવા માંગતી હોય તેવું લાગ્યું હતું.

    પૂર્વ કચ્છના એસપી સાગર બાગમાર, ભચાઉના ડેપ્યુટી એસપી સાગર સાંબડ તેમજ ભચાઉના પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેન્દ્રભાઈ સીસોદીયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કારણ કે, ભાગેલા બંને યુવક-યુવતી પુખ્ત વયના છે. વળી તેમણે લગ્ન પણ કરી લીધા છે. એટલે સમગ્ર મામલે હવે પોલીસનું વલણ કેવું રહેશે તે જાણવું જરૂરી હતું. પરંતુ પોલીસે ફોન ન ઉપાડીને ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું. ન્યૂઝ ડીલીટ કરવા અંગે દબાણ થયું !ઃ ભચાઉના કબરાઉ ખાતે આવેલા મોગલધામમાં આ વેબ ન્યૂઝ દુનિયા તેમજ આ લખનારને ભારોભાર શ્રદ્ધા છે. બાપુની દીકરીઓ પ્રત્યેની લાગણી અને અનુકંપા અંગે પણ લેશમાત્ર શંકા નથી. તેમ છતાં આજે જયારે ભુજના બુકી દ્વારા કરવામાં આવેલા આ હીન કૃત્ય અંગે  ન્યૂઝ રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો ત્યારે અનેક લોકો દ્વારા તેને સામાજિક પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવીને ન્યૂઝ ડીલીટ કરવા અંગે યેનકેન પ્રકારે દબાણ ઉભું કરવામાં આવ્યું હતું.

    રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના દીકરા કુલદીપસિંહ જાડેજા ઉર્ફે રાજા થી લઈને અન્ય રાજકારણીઓ, પોલીસ અધિકારીઓ, ચારણ સમાજના અગ્રણીઓ, ક્ષત્રિય સમાજના મોભીઓ અને કેટલાક પત્રકારો દ્વારા ન્યૂઝ ડીલીટ કરવા અંગે સભ્ય ભાષામાં આડકતરી રીતે દબાણ ઉભું કરવામાં આવ્યું હતું.

    Bhuj
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli : લાઠી રોડ પર દારૂ ભરેલી બે કાર સાથે ત્રિપુટી ઝડપાઇ

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : ઠેબી ડેમ વિસ્તાર સ્ટ્રીટ લાઇટના વીજ પોલ ધરાશાયી થયા

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકને આર્મી ઓફિસરની ઓળખ આપી 34 હજારની છેતરપીંડી

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : લીલીયાનાં સનાળીયા ગામે યુવાનની ઘાતકી હત્યા

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : ખાંભાના ભૂંડણી ગામે બે બાળકોનાં નદીમાં ડૂબી જતાં મોત

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: મજેવડી દરવાજા પાસેથી દેશી તમંચા સાથે એક ઝડપાયો

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026

    Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી

    April 18, 2026

    Morbi : માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું હાર્ટ એટેકથી મોત

    April 18, 2026

    Morbi : ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.