Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot મશીનના નામે રૂ. 67.26 લાખની ઠગાઈ કરનાર પકડાયો

    April 25, 2026

    Rajkot નજીક જુગાર રમતા ચાર ઝડપાયા

    April 25, 2026

    Rajkot નજીક યુવાનના મોબાઇલ તફડાવનાર ઝડપાયો

    April 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot મશીનના નામે રૂ. 67.26 લાખની ઠગાઈ કરનાર પકડાયો
    • Rajkot નજીક જુગાર રમતા ચાર ઝડપાયા
    • Rajkot નજીક યુવાનના મોબાઇલ તફડાવનાર ઝડપાયો
    • Rajkot પાયલોટિંગ સાથે દારૂ ભરેલા ટેમ્પો સાથે શખ્સ ઝડપાયો
    • Rajkot ૧૭૪ કરોડના દેશ વ્યાપી સાયબર નેટવર્કનાં ફ્રોડના ગુનાના ચાર શખ્સોની ધરપકડ
    • Talala ગામે ગાંજાના છોડ સાથે અબ્બાસ બ્લોચ ઝડપાયો
    • Jamkandorana વીરપુર પંથકમાં વીજ વાયરો ચોરી કરતી ગેંગ ઝડપાઇ
    • Rajkot વાવડી ગામે જીનિંગ મિલના પતરા સાફ કરતી વેળાએ પટકાયેલા યુવકનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Kanmer માં સામુહિક રીતે 8 મંદિરોને તસ્કરોએ નિશાન બનાવતા લોકોમાં રોષ ફેલાયો
    સૌરાષ્ટ્ર

    Kanmer માં સામુહિક રીતે 8 મંદિરોને તસ્કરોએ નિશાન બનાવતા લોકોમાં રોષ ફેલાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 13, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhidham,તા.13

    શિયાળાની શરૂઆત થતાં જ જાણે ચોરોની સિઝન શરૂ થઈ હોય તેમ ખાસ કરીને વાગડ વિસ્તારમાં દેવ મંદિરોને નિશાન બનાવી તેમાં ચોરી કરવામાં આવી રહી ચ્હે. એક ચોક્કસ ગેંગ દ્વારા આ ચોરીઓને અંજામ અપાઈ રહ્યો હોય તેમ પહેલા ચિત્રોડ આસપાસના ગામોમાં ૧૦થી વધુ મંદિરમાં ચોરી કર્યા બાદ હવે એ જ ગેંગ દ્વારા કાનમેરમાં સામુહિક રીતે 8 મંદિરોને તસ્કરોએ નિશાન બનાવતા લોકોમાં રોષ ફેલાયો છે. જોકે આ બનાવમાં સારું એ થયું હતું કે પૂર્વ કચ્છ પોલીસને અપિલને ધ્યાને લઈ ગ્રામ્ય વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓ લગાવી દેવામાં આવ્યા છે. જેમાં કાનમેરમાં થયેલી મંદિર ચોરીમાં ચોરી કરનાર 3 ઇસમો કેમેરામાં કેદ થઈ ગયા હતા. જેના આધારે પોલીસે અન્ય પોલીસ મથકની મદદ લઈ ગેંગ પૈકીનાં અમુક ઈસમોને પકડી પણ લીધા હોવાનું જાણવા મળ્યું છે. 

    હજુ થોડા દિવસ પહેલા જ ચિત્રોડ, મેવાસા અને જેઠાસરી સહિતના 3 ગામોમાં સામુહિક તસ્કરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જેમાં પોલીસે જુદી જુદી જુદી એજન્સીઓની ટિમ બનાવી ચોરોને ઝડપી લેવા પ્રયત્નો હાથ ધર્યા છે. ચિત્રોડ મંદિર ચોરી ખુદ પુર્વ કચ્છ પોલીસવડા પણ બનાવ સ્થળે માહિતી તથા ગુન્હાનો ભેદ ઉકેલાય તે માટે જૂરૂરી માર્ગદર્શન માટે પહોંચ્યા હતા.આ બનાવને હજુ ૪ દિવસ માંડ થયા છે ત્યાં ફરી એ જ ગેંગ દ્વારા ચિત્રોડથી ૨૭ કિમી દૂર અને ગાગોદર પોલીસની હદમાં જ રણકાંધીએ આવેલા કાનમેરના એક સાથે 8 મંદિરોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. ગાગોદર પોલીસના જણાવ્યા મુજબ મંગલવારે રાત્રે 1 વાગ્યા આસપાસ કાનમેર ગામના વચ્છરાજ દાદાનું મંદિર, નારણદેવીનું મંદિર, મોમાઇ માતાજીનું મંદિર, રાજબાઈ માતાજીનું મંદિર, નાગબાઈ માતાજીનું મંદિર, ચામુંડા માતાજીનું મંદિર, રામજી મંદિર અને દાદાવારા ના મંદિરમાં સાળંગ દેવી મંદિર સહિત કુલ ૮ મંદિરોમાં ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં ચાંદીના છતર, ગાય, મુગટ સહિત કુલ રૂ. …….. ના મુદ્દામાલની ચોરી કરી જવામાં આવી હતી. જે બનાવમાં પોલીસને ચોરોના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. જેમાં ચોરો ઠંડીથી બચવા ગરમ કપડાં પહેરી ચોરી કરવા આવ્યા હોવાનું ખૂલ્યું હતું. આ બનાવમાં પોલીસને ચોરી થયાના અમુક સમયમાં જ જાણકારી મળી ગઈ હોવાથી લાકડીયા અને આડેસર પોલીસની મદદ લઈ ચોરી અન્યત્ર ભાગી જાય તે પહેલા જ ત્રણેય ચોરોને પકડી લેવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે આ બાબતે ગાગોદર પોલીસના પી.આઈ. સેંગલે સમર્થન આપ્યું ન હતું. 

    ચોકીદાર જાગી જતાં જાણ થઈ અને ચોરો પકડાયા 

    આ અંગે ગામમાં રહેતા સ્થાનિકોના જણાવ્યા મુજબ આ બનાવ રાત્રે 1 વાગ્યા આસપાસ બન્યો હતો. જેમાં 3 ચોરોએ 8 મંદિરોને નિશાન બનાવ્યા હતા. આ ચોરી થઈ તે સમયે મંદિરના બાજુમાં એક ચોકીદાર હતો તેને ચોરી થતી હોવાની જાણકારી મળી જતાં તેણે તાત્કાલિક ગામના સરપંચ અને અન્ય આગેવાનોને જાણ કરતાં આગેવાનો દ્વારા ગાગોદર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે પોતાની ટીમ સાથે ચોરોને પકડવા કવાયત હાથ ધરી હોવા ઉપરાંત લાકડિયા અને આડેસર પોલીસની મદદ લીધી હતી. જેથી રાત દરમિયાન જ પોલીસે 3 જેટલા આરોપીઓને ઝડપી લીધા હતા. આ ચોર ગેંગ દ્વારા જ ચિત્રોડના 10 મંદિરોમાં ચોરી કરવામાં આવી હોવાની વાત પણ સૂત્રોએ કરી હતી.

    Gandhidham
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Talala ગામે ગાંજાના છોડ સાથે અબ્બાસ બ્લોચ ઝડપાયો

    April 25, 2026
    સૌરાષ્ટ્ર

    Jamkandorana વીરપુર પંથકમાં વીજ વાયરો ચોરી કરતી ગેંગ ઝડપાઇ

    April 25, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: રાજપરા ગામના મકાનમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપ્યો

    April 24, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૂટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ

    April 24, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં

    April 24, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ત્રણ શખ્સ ઝબ્બે

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot મશીનના નામે રૂ. 67.26 લાખની ઠગાઈ કરનાર પકડાયો

    April 25, 2026

    Rajkot નજીક જુગાર રમતા ચાર ઝડપાયા

    April 25, 2026

    Rajkot નજીક યુવાનના મોબાઇલ તફડાવનાર ઝડપાયો

    April 25, 2026

    Rajkot પાયલોટિંગ સાથે દારૂ ભરેલા ટેમ્પો સાથે શખ્સ ઝડપાયો

    April 25, 2026

    Rajkot ૧૭૪ કરોડના દેશ વ્યાપી સાયબર નેટવર્કનાં ફ્રોડના ગુનાના ચાર શખ્સોની ધરપકડ

    April 25, 2026

    Talala ગામે ગાંજાના છોડ સાથે અબ્બાસ બ્લોચ ઝડપાયો

    April 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot મશીનના નામે રૂ. 67.26 લાખની ઠગાઈ કરનાર પકડાયો

    April 25, 2026

    Rajkot નજીક જુગાર રમતા ચાર ઝડપાયા

    April 25, 2026

    Rajkot નજીક યુવાનના મોબાઇલ તફડાવનાર ઝડપાયો

    April 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.