શ્રીદેવીએ જેમની પાસેથી આ જમીન ખરીદી હતી તેમના વારસોએ આ સોદાને પડકારતો કેસ દાયકાઓ બાદ કર્યો હતો
Mumbai તા.૯
શ્રીદેવીએ ચેન્નઈમાં ૧૯૮૮માં ખરીદેલી એક પ્રોપર્ટી બાબતે થયેલા દાવામાં બોની કપૂર તથા જાહ્નવી તથા ખુશીનો વિજય થયો છે. આ જમીનના વેચાણને પડકારતી અરજી મદ્રાસ હાઈકોર્ટે ફગાવી દીધી છે. શ્રીદેવીએ જેમની પાસેથી આ જમીન ખરીદી હતી તેમના વારસોએ આ સોદાને પડકારતો કેસ દાયકાઓ બાદ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે આ જમીન વેચવાનો જે તે સમયે કાયદેસરનો અધિકાર નહીં ધરાવતી વ્યક્તિએ આ સોદો કર્યો હતો અને તેથી આ વેચાણખત જ ગેરકાયદેસર છે. ચેંગપટ્ટુની કોર્ટે આ દાવાને સ્વીકારી તેના પર કામ ચલાવવા નિર્ણય કર્યો હતો. જોકે, હવે હાઈકોર્ટે નીચલી કોર્ટનના ઓર્ડરને ફગાવી દીધો છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે મૂળ વેચાણ ખતના દાયકાઓ બાદ આ કેસ થયો છે જે એડમિટ કરી શકાય નહીં. શ્રીદેવીએ ઈસ્ટ કોસ્ટ રોડ પર આવેલી ૨.૭ એકર જમીનની ખરીદી કરી હતી. તેણે જેની પાસેથી જમીન ખરીદી હતી તેમના પરિવારમાં સંપત્તિ બાબતે વિવાદના લીધે આ કેસ થયો હતો.

