સોશિયલ મીડિયાના આધારે સંપર્ક કરી યુવતીને પ્રેમ સંબંધોમાં લપેટી હવસનો શિકાર બનાવી રોકડ, દાગીના, વાહન પડાવી લીધું
Harpalsinh Jadeja,
Rajkot તા,27
એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારની યુવતીને સોશિયલ મીડિયાના આધારે સંપર્ક કરી પ્રેમ સંબંધોમાં લપેટી વારંવાર દુષ્કર્મ આચરી કટકે કટકે લાખો રૂપિયાના રોકડ, દાગીના, ફોરવ્હીલ પડાવી લેવાની ફરિયાદ મામલે પકડાયા બાદ જેલ હવાલે થયેલા કેશોદના આરોપી ધ્રુવ મહેન્દ્રભાઈ દવેની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.
આ અંગેની હકીકત મુજબ, એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેર થયા મુજબ, કેશોદના ધ્રુવ મહેન્દ્રભાઈ દવે (ઉ.વ.૨૧) નામના શખસે સોશિયલ મીડિયા મારફત Rajkot એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતી યુવતીનો સંપર્ક કરી પ્રેમ જાળમાં લપેટી Rajkot ની સાગર હોટલ ખાતે બોલાવી શરીર સંબંધ બાંધે વિશ્વાસમાં લઈ કટકે કટકે જુદી જુદી રીતે ₹11.63 લાખ અને 77 ગ્રામ સોનાના દાગીના, તેમજ એકટીવા સ્કૂટર, ફરિયાદીના ભાઈની સ્વિફ્ટ કાર વગેરે જુદી જુદી રીતે પડાવી લીધા અંગે ખુદ પીડિતાએ એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે એપ્રિલ માસમાં આરોપી ધ્રુવ મહેન્દ્રભાઈ દવેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી બાદ કોર્ટની સૂચનાથી જેલ હવાલે કર્યો હતો. દરમિયાન આરોપી ધ્રુવ દવે રેગ્યુલર જામીન અરજી કરી હતી. જામીન અરજીની સુનાવણી થતા સરકાર તરફે સરકારી વકીલ બીનલ રવેશીયા અને ફરિયાદીના લેખિત દલીલો કરી જામીન અરજી નામંજૂર કરવા જણાવ્યું હતું. જેમાં મુખ્યત્વે આરોપીએ અગાઉ કરેલી આગોતરા જામીન સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી, તેમજ હાઇકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચવી પડી હતી, ત્યારબાદ ધરપકડ થઈ છે અને તપાસ મહત્વના તબક્કે હોય આરોપીને હાજરી ની ખાસ જરૂરત છે, આ રજૂઆતો દલીલો ધ્યાને લઈ સેશન્સ જજે આરોપી ધ્રુવ દવેની જામીન અરજી નામંજૂર કરી હતી. સરકાર તરફથી એ.પી.પી. બીનલબેન રવેશીયા, મદદમાં મુળ ફરીયાદી વતી કમલેશ એન. સાકરીયા, સંદીપ એમ. ખેમાણી, અનીરૂધ્ધભાઈ આર. ધાણેજા, વિશાલ એ. સોલંકી, નીલ વાય. શુકલા અને અર્જુન કે. ભટ્ટી રોકાયા હતા.

