Junagadh, તા.21
જૂનાગઢ મધુરમ સોસાયટી નીધિનગરમાં રહેતા મુળ અગતરાયના રહીશ સાગર મનસુખભાઇ રાઠોડે તેમના માનીતા બહેન મીતાબેનના ઘરે બેસવા ગયેલ ત્યારે આરોપીઓ મૌલિક અને એક અજાણ્યા શખ્સે આવીને સાગરને કહેલ કે મારી પત્નીના કાન ભંભેરણી કરી અમારા પતિ-પત્ની વચ્ચે ઝઘડા કરાવે છે.
તેમ કહી મૌલીકે કાચની બોટલ સાગરના માથામાં મારતા સાગર ભાગવા જતાં બંને આરોપીઓએ છરી સાગરને મારી લોહી લુહાણ કરી દીધાની ફરિયાદ નોંધાવતા સી-ડીવીઝન પોલીસ ઇન્સ. એચ.બી. ચૌહાણે તપાસ હાથ ધરી આરોપીને દબોચી લીધાનું જાણવા મળેલ છે.

