Madurai,તા.26
ભારતમાં બાળકો દ્વારા સોશ્યલ મીડીયાના વધુ પડતા ઉપયોગ અને તેના પરિણામે જે રીતે તેમની માનસીકતા, શિક્ષણ અને જાતિય વૃતિઓ પર નકારાત્મક અસર પડી રહી છે તેની સામે સતત દર્શાવાતી ચિંતા વચ્ચે મદ્રાસ હાઈકોર્ટે આ માટે ઓસ્ટ્રેલિયા જેવા કાનુન બનાવવા સરકારને સલાહ આપી હતી.
ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નીચેની વયના બાળકોને સોશ્યલ મિડીયામાં ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે તે વચ્ચે મદ્રાસ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જી જયવંદનની ખંડપીઠે એક જનહીત અરજી પર સુનાવણી કરતા સમયે જણાવ્યું. જયાં સુધી આ પ્રકારના કાયદા ન બને ત્યાં સુધી સંબંધીત અધિકારીઓ જાગૃતિ અભિયાનથી વાલીઓ, બાળકોને આ પ્રકારના મિડીયાના દુષ્પરિણામ મુદે જાગૃત કરે તે જરૂરી છે.
ખંડપીઠે સ્વીકાર્યુ કે ઓનલાઈન બાળકોના જાતિય શોષણ દર્શાવતી વેબસાઈટ અને અન્ય સામગ્રી ઉપલબ્ધ છે. જેના પર નિયંત્રણો છે પણ ઉપયોગ વધતો જાય છે. તેથી આ પ્રકારે ઉપયોગ સામે પણ નિયંત્રણ હોવા જોઈએ. જેથી બાળકોને તે પ્રકારના દુષણોથી દુર રાખી શકાય.

