Rajkot તા.૨૩ઃ
રાજકોટની ખ્યાતનામ વીવીપી એન્જિનિયરિંગ કોલેજના બાયોટેકનોલોજી એન્જિનિયરિંગ વિભાગ દ્વારા વન હેલ્થ (One Health) ઇન્ટરફેસ ઓફ મેડિસિન એન્ડ બાયોટેકનેલોજી વિષય પર એક વિશેષ નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યાખ્યાનમાં પ્રોફ. ડૉ. કમલેશ જે. ઉપાધ્યાય, હેડ, ડીપાર્ટમેન્ટ ઓફ જનરલ મેડીસીન, બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદ નિષ્ણાત વક્તા તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
આ વિશેષ વ્યાખ્યાનનું આયોજન શનિવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૧૦૦ કલાકે વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજના સિવિલ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે.
One Health એ માનવ સ્વાસ્થ્ય, પ્રાણી સ્વાસ્થ્ય અને પર્યાવરણના સ્વાસ્થ્ય વચ્ચેના પરસ્પર સંબંધને ધ્યાનમાં રાખતો સંકલિત અભિગમ છે. આધુનિક સમયમાં ચેપી રોગો, ઝૂનોટિક રોગો, એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ, પર્યાવરણીય પરિવર્તનો અને જાહેર આરોગ્ય જેવા પડકારોને સમજવા માટેOne Health અભિગમનું મહત્વ સતત વધી રહ્યું છે, જેમાં મુખ્યત્વે બાયોટેકનેલોજી તથા મેડિસિન ક્ષેત્રે કામ કરતા લોકોનો શું ફાળો હોય શકે તે મુદ્દે વ્યાખ્યાન આપવામાં આવશે.
આ વ્યાખ્યાન બાદ ભાગ લેનાર ફેકલ્ટી, રીસર્ચ સ્કોલર સાથે ડો. ઉપાધ્યાય આ ક્ષેત્રે વિકાસ માટે પેનલ ડિસકશન પણ કરશે.આ વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો, ક્લિનિશિયન તથા મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યાવસાયિકો અને લાઇફ સાયન્સ ક્ષેત્રના સભ્યોને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવે છે. આ કાર્યક્રમ તમામ માટે નિઃશુલ્ક છે. જોકે, કાર્યક્રમમાં ઉપસ્થિતિ માટે પૂર્વ નોંધણી ફરજિયાત છે, જે ગુગલ ફોર્મ લિંક https//forms.gle/wruD9PBqsUrSoR9i7 દ્વારા થઇ શકે છે
બાયોટેકનોલોજી, મેડિકલ સાયન્સ, લાઇફ સાયન્સ અને જાહેર આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા સૌ માટે આ વ્યાખ્યાન જ્ઞાનવર્ધક અને ઉપયોગી બની રહેશે, જેના માટે વી.વી.પી. ના પ્રિન્સિપાલ ડો. પિયુષભાઇ વણઝારા ના માર્ગદર્શન હેઠળ બાયોટેક ના વડા પ્રો. પૂજાબેન ચાવડા, પ્રો. પ્રિતભાઈ આશરા, શ્રી દીપભાઈ પટેલ તથા સ્ટાફગણ ભારે જેહમત ઉઠાવી રહ્યા છે.
સેમીનારની સફળતા માટે સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી કેોશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, શ્રી હર્ષલભાઈ મણીઆર, ડો. નરેન્દ્રભાઈ દવે તથા ડો. નવીનભાઈ શેઠ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

