આજીડેમ પોલીસે દરોડો પાડી રૂ ૨૬૬૩૦નો મુદ્દામાલ કબજે કર્યો
Rajkot તા.૨૫
રાજકોટ શહેરમાં ભીમગીયારસ પૂર્વે જુગારીઓએ લટ છોડીને મુહૂર્ત સાચવતા શકુનીની બાજી ઊંધી વાળી પોલીસે કાયદાનું મુહર્ત સાચવ્યું હતું રાજકોટ શહેર પોલીસ દ્વારા જુગારધામ પર દરોડામાં લાપાસરી ગામ સ્મશાન પાસે રહેણાંકના મકાનમાં દરોડામા ૮ જુગારીને રમતા ઝડપી પાડ્યા હતા રૂ ૨૪૯૭૦ નો મુદામાલ આજીડેમ પોલિસે કબ્જે કર્યો હતો બીજા દરોડામાં ખોખડદડ ગામથી પડાવલા જવામાં રસ્તે ચેતન હનુમાનજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ૪ શકુનીને ઝડપી રૂ ૧૬૬૦ના મુદામાલ આજીડેમ પોલીસે કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે મળતી માહિતી રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા જુગારધામને શોધી દરોડા પાડવા ની સૂચનાના પગલે રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ પટેલ માર્ગદર્શન હેઠળ તેમની ટીમ પેટ્રોલિંગ હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દેવાંગભાઈ પાલા, સંજય મિયાત્રાને લાપાસરી ગામે સ્મશાન પાસે રહેણાંકના મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી આધારે દરોડો પાડતા લાપસરી ગામે રહેતા દિલીપસિંહ પ્રતાપસિંહ બારડ, (મકાનમાલિક) કિશનસિંહ જીલુભા બારોટ,ગોંડલ રોડ પર રામનગરમાં રહેતા ઉદય કરસનભાઈ કુવાડીયા, કોઠારીયા મેઈન રોડ પર રાધેશ્યામ સોસાયટીમાં રહેતા પ્રવીણ સોમાભાઈ બાબરીયા, કોઠારીયા રોડ દર્શનપાર્કમાં રહેતા રાજેશ ઉકાભાઇ લાવડીયા, કોઠારીયા રોડ પર સોમનાથ સો.માં રહેતા ભરત અરજણભાઈ ડાંગર, કટારીયા ચોકડી પાસે રહેતા જીતેન્દ્રસિંહ નટુભાઈ પરમાર, મવડી ચોકડી પાસે લાભદીપ સોસાયટીમાં રહેતા ભગીરથસિંહ બનેસિંહ ખેરડીયા ને જુગટુ રમતા ઝડપી પાડ્યા હતા રૂ ૨૪૯૭૦નો મુદામાલ કબજે કર્યો છે.જ્યારે ખોખડદડ ગામથી પડવલા જવા ના રસ્તે ચેતન હનુમાન મંદિર પાસે જાહેરમા જુગારધામ ચાલતું હોવાની બાતમી આધારે દરોડો પાડતા પડવલા ગામે રહેતા સાહિલ અતુલભાઇ સોલંકી, તેજસ સીતારામભાઈ ગોયા, ખોખડદડ ગામે રહેતા શાયર નનકુંભાઈ પરમાર, કલ્પેશ ઉર્ફે કાનો ધીરુભાઈ કાંજીયા ને જુગટુ રમતા ઝડપી પાડી રૂ ૧૬૬૦નો મુદામાલ આજીડેમ પોલિસે કબ્જે કરી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એચ આર ટારીયા ને સોંપી હતી

