થોરાળા પોલિસે દરોડા પાડી દારૂ-બાઈક મળી રૂ ૧.૨૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
Rajkot તા.૨૫
રાજકોટ શહેરમાં વિદેશીદારૂના દરોડામાં ભાવનગર રોડ ગંજીવાડા શેરી નંબર ૪૩ માં આરોપીના કમ્પાઉન્ડ ના ખુલ્લા ડેલામાંથી રૂ ૧,૧૨,૬૦૮ કિંમતનો વિદેશી દારૂની ૬૨૪ બોટલ ચપલા અને બાઇક સહિત રૂ ૧,૨૭,૬૦૮નો મુદામાલ થોરાળા પોલીસ સ્ટેશનની ટીમે કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોધી આરોપી ની શોધખોળ હાથ ધરી છે. અંગે મળતી માહિતી મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા વિદેશીદારૂના બુટલેગર પર વોચ રાખવા અને દરોડા પાડવા સૂચનાને પગલે થોરાળા પોલીસ સ્ટેશનના પી.આઈ સોંઢાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન પીએસઆઇ બી આર સાવલી, હેડ કોન્સ્ટેબલ ચેતનભાઇ મકવાણા, અજયભાઈ ચાવડા, સહિતને ભાવનગર રોડ ગંજીવાડા શેરી નંબર ૪૩ ખાતે ગંજીવાડામા રહેતા હિરેન રમેશભાઈ ચૌહાણના ભોગવટાનું કમ્પાઉન્ડ ખુલ્લા ડેલામાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે દરોડો પાડતા રૂ ૧૧૨૬૦૮ ની કિંમતના ૬૨૪ વિદેશીદારૂના ચપલા અને રૂ ૧૫૦૦૦ કિંમતનું બાઈક સહિત રૂ ૧૨૭૬૦૮નો મુદામાલ થોરાળા પોલીસે કબ્જે કરી વધુ તપાસ પીએસઆઇ એમ.જી સોલંકી એ આરોપી હિરેન ચૌહાણ વિરુદ્ધ ગુનો નોધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

