દારૂના 13 ગુનામાં સંડોવાયેલા શખ્સની પાસા વોરંટની બજવણી કરી ક્રાઇમ બ્રાન્ચે પાલનપુર જેલહવાલે કર્યો
Harpalsinh Jadeja ,Rajkot,તા.13
લક્ષ્મીવાડીનો લિસ્ટેડ બુટલેગર પ્રશાંત કિશોરભાઇ પરમાર વિરૂદ્ધ પાસા વોરંટ ઇશ્યુ થતા ક્રાઇમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી તેને પાલનપુર જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. શહેરમાં ગેરકાયદેસર બુટલેગરો વિરૂદ્ધ કડક કાયદાકીય પાસા હેઠળ પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપી પ્રશાંત પરમાર વિરૂદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરીને કમિશનરને મોકલી હતી. પોલીસ કમિશનર દ્વારા દરખાસ્ત પર મંજૂરીની મોહર લગાવી આરોપી સામે પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું.ક્રાઇમ બ્રાન્ચની ટીમે લક્ષ્મીવાડી, કેનાલ રોડ પર રહેતા રિક્ષાચાલક પ્રશાંત કિશોરભાઇ પરમાર(ઉ.વ.૩૦) ની પાસા હેઠળ અટકાયત કરી તેને પાલનપુર જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી છે.

