Surendaranagar તા.18
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારના બલદાણા ગામના પાટીયા પાસે હાઇવે રોડ ઉપર દારૂ ભરેલું આઇસર ઝડપી પાડવામાં આવ્યું છે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ સહિતના સ્ટાફને મળેલી ખાનગી બાતમીના આધારે રાજકોટ લીંબડી હાઇવે ઉપર આવેલા બલદાણા ગામના પાટીયા પાસે જે શંકાસ્પદ આઇસર પડ્યું હતું તેની ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ચેકિંગ કામગીરી દરમિયાન તેમાં દારૂ હોવાનો ધડાકો થયો હતો પશુ આહારની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનો પણ ધડાકો થયો હતો આ મુદ્દે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂની મોટી બોટલ 7781 જેની કિંમત રૂપિયા 87,24,400 તેમજ બીયર ટીન નંગ 92 જેની કિંમત 20240 અને આઇસર જપ્ત કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત મોબાઇલ ફોન પશુ આહાર પ્લાસ્ટિકની થેલીઓ તાડપત્રી રસો ગણી કુલ 97,74,640 નો મુદ્દામાલ જપ્ત કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તપાસ કરવામાં આવતા અચલારામ આસુરામ શિયાગ રહે આરવા રાજસ્થાનથી દારૂ લાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે તેની સામે ગુનો દાખલ કરી અને વધુ તપાસ સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી છે.
વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ દારૂની રેડ પડી હોવાના મુદ્દે ટૂંક સમયમાં વઢવાણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે વઢવાણ પોલીસની નિષ્ક્રિયતાના કારણે લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડવા પડ્યા છે ત્યારે આગામી તપાસ પણ હવે પોલીસ અધિકારીઓએ શરૂ કરી છે.

