Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 08 મેનું પંચાંગ
    • 08 મેનું રાશિફળ
    • કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે
    • કેસર નાં એક ખોટાં ચુનાવનું પરિણામ, એવું આવ્યું કે જીંદગીભર એને એનું શૂળ રહેશે?
    • US-Iran tensions માં એક ઐતિહાસિક વળાંક – યુદ્ધવિરામથી લઈને કરારના ઉંબરે
    • પહેલીવાર India and Zimbabwe મહિલા ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીનો સમાવેશ થશે
    • Hyderabad માં શાનદાર જીત સાથે SRH એ ઇતિહાસ રચ્યો, ચેન્નાઈ સુપર કિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો
    • ૨૨ વર્ષીય બેટ્‌સમેન કૂપર કોનોલીએ સદી ફટકારીને ક્રિસ ગેલને પાછળ છોડી દીધો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»તા.12 બુધવારના રોજ વિક્રમ સંવત 2081માં મહા સુદ Purnima મા આવી રહી છે
    ધાર્મિક

    તા.12 બુધવારના રોજ વિક્રમ સંવત 2081માં મહા સુદ Purnima મા આવી રહી છે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 10, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અગામી તા.12 બુધવારના રોજ વિક્રમ સંવત 2081માં મહા સુદ પૂર્ણિમા આવી રહી છે. આ પૂર્ણિમાએ ઉત્તમ તીર્થ સ્થળે માધ સ્નાન અને દાન કરવાની પરંપરા છે. આ કારણોસર, ઘણા ભક્તો આ દિવસે સ્નાન કરવા માટે ગંગા, યમુના, નર્મદા, શિપ્રા જેવી નદીઓમાં પહોંચશે. હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે, માઘી પૂર્ણિમાના દિવસે કરોડો ભક્તો અહીં સંગમમાં સ્નાન કરશે. પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેના પૂર્ણ તેજમાં દેખાય છે. આ દિવસે ચંદ્રોદય પછી ચંદ્રની પૂજા કરવામાં આવે છે.

    પદ્મ પુરાણમાં સમજાવ્યું છે સ્નાન કરવાનું વિશેષ મહત્વ જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યાનુસાર, હાલમાં પ્રયાગરાજમાં મહા કુંભ (12×12)=144 વર્ષ બાદ યોજાયેલ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરી અર્ગ આપવાથી જન્મો જન્મના પાપો નાશ પામે છે, સાથો-સાથ અંત્યત લાંબા સમયથી પીડિત ચામડીના દર્દીઓએ માટે બિમારીમાંથી રાહત કે મુક્તિ અવશ્ય મળે છે. આ સ્નાન કરવાનું વિશેષ મહત્વ પદ્મ પુરાણમાં સમજાવેલ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂનમની રાત્રિએ ચાંદના દર્શન કરવાથી જન્મલગ્ન કુંડલીમાં ચંદ્ર ગ્રહ પીડીત જાતકો માટે અંત્યત શુભ માનવામાં આવે છે. ચંદ્ર ગ્રહ બળવાન થશે.

    સત્યનારાયણની કથા કરવી લાભપ્રદ બુધવારે પુનમ આવતી હોવાથી ઘરે કે ઓફિસે સત્યનારાયણની કથા કરવાથી સર્વ પ્રકારે લાભપ્રદ બની રહેશે તેમજ સફેદ રંગની ચીજવસ્તુઓ કે કાચું સીધું બ્રાહ્મણને આપવાનું અનેરુ મહત્ત્વ રહેલું છે. આવા દિવસે શક્ય હોય તો વામકુક્ષી કરવી નહીં, બ્રહ્મચર્ય વ્રત પાળવું તેમજ અસત્ય બોલવું નહીં. આવા દિવસે ઘણા લોકો વ્રત રાખે છે અને સત્યનારાયણની કથા,સત્યનારાયણ ભગવાનનું પૂજન કરે છે તેમ જ તેમની કથા વાંચી સાંભળી પૂજન કરવાનું શુભ માનવામાં આવે છે તેમજ બ્રાહ્મણોને દાન-દક્ષિણા પણ આપે છે. એવી માન્યતા છે કે આ દિવસે વ્રત રાખનાર બધાની મનોકામના પરિપૂર્ણ થાય છે.

    જો નદીમાં સ્નાન નથી કરી શકતા તો શું કરવું? ઉજ્જૈનના જ્યોતિષી પંડિત મનીષ શર્માના મતે, જે લોકો માઘી પૂર્ણિમાના દિવસે નદીમાં સ્નાન કરી શકતા નથી, તેમણે ઘરે ગંગાજળ પાણીમાં ભેળવીને સ્નાન કરવું જોઈએ. જો ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો સામાન્ય પાણીને ગંગાજળ સમજીને સ્નાન કરો. મંત્ર -‘ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી। નર્મદે સિન્ધુ કાવેરી જલે અસ્મિન્ સન્નિધિમ્ કુરુ॥’

    માઘી પૂર્ણિમા સંબંધિત માન્યતાઓ

    • આ દિવસે નદીમાં કરવામાં આવેલ પવિત્ર સ્નાન અને દાન શાશ્વત પુણ્ય લાવે છે, જેના શુભ પ્રભાવ જીવનભર રહે છે. વ્યક્તિનું મન ભગવાનની ભક્તિમાં મગ્ન રહે છે.
    • આ તિથિએ પિતૃઓની સંતોષ માટે શ્રાદ્ધ, તર્પણ, ધૂપ અને ધ્યાન કરવું જોઈએ.
    • માઘી પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા પછી, તલ, ગોળ, ધાબળો, ખોરાક અને કપડાંનું દાન કરવું જોઈએ.
    • માઘી પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરવાની પરંપરા પણ છે. આ દિવસે ઉપવાસ રાખો, ભગવાનના મંત્રોનો જાપ કરો અને ઇષ્ટદેવનું ધ્યાન કરો.
    • આ પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવાની પરંપરા પણ છે.
    • માઘી પૂર્ણિમાના દિવસે ગાયત્રી મંત્ર, વિષ્ણુ સહસ્ત્રનામ અને શિવ મંત્રનો જાપ કરવો જોઈએ. આ દિવસે હવન પૂજા વગેરે શુભ કાર્યો પણ કરી શકાય છે.
    • ઉપવાસ અને પૂજા કરતા ભક્તોએ અધાર્મિક પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ અને ખાવા-પીવામાં સંયમ રાખવો જોઈએ. તમારા ગુસ્સા પર કાબુ રાખો, શાંતિથી કામ કરો.
    • માઘી પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો વિશેષ અભિષેક કરવો જોઈએ.
    Purnima
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    ધાર્મિક

    સંસારના વિષયોમાંથી મન હટી જાય તો સમાધિ જેવો આનંદ મળે છે

    May 5, 2026
    ધાર્મિક

    Maharishi Ved Vyasa અને પંચમ વેદ કહેવાતાં મહાભારતનાં મુખ્ય બોધને જાણીએ

    May 5, 2026
    ધાર્મિક

    ભગવાનને સર્વથા શરણ થવાવાળાને ભક્તિ આપમેળે પ્રાપ્ત થાય છે.

    May 1, 2026
    ધાર્મિક

    પરમાત્માથી વિમુખ થતાં નાશવાન પદાર્થોમાં ‘રાગ’ થઇ જાય છે

    May 1, 2026
    ધાર્મિક

    Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026

    કેસર નાં એક ખોટાં ચુનાવનું પરિણામ, એવું આવ્યું કે જીંદગીભર એને એનું શૂળ રહેશે?

    May 7, 2026

    US-Iran tensions માં એક ઐતિહાસિક વળાંક – યુદ્ધવિરામથી લઈને કરારના ઉંબરે

    May 7, 2026

    પહેલીવાર India and Zimbabwe મહિલા ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીનો સમાવેશ થશે

    May 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.