Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Test Cricket ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું, કેપ્ટન ગિલના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું

    November 14, 2025

    Bigg Boss 19 અભિષેક બજાજ તેની ભૂતપૂર્વ પત્ની આકાંક્ષા સામે કાનૂની કાર્યવાહી કરશે?

    November 14, 2025

    દીકરાના જન્મ પછી Katrina Kaif ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

    November 14, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Test Cricket ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું, કેપ્ટન ગિલના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું
    • Bigg Boss 19 અભિષેક બજાજ તેની ભૂતપૂર્વ પત્ની આકાંક્ષા સામે કાનૂની કાર્યવાહી કરશે?
    • દીકરાના જન્મ પછી Katrina Kaif ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
    • Shreya Ghoshal ના લાઈવ શોમાં ભીડ બેકાબૂ થઈ ગઈ, જેના કારણે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ
    • Bipasha Basu એ તેની પુત્રીનો જન્મદિવસ ખાસ રીતે ઉજવ્યો, દરેક ફોટો દિલ જીતી રહ્યો છે
    • તંત્રી લેખ…ગુનેગારોને સજા મળવી જોઈએ
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • બિહાર ચૂંટણીના પરિણામો પૂર્વે ભારતીય શેરબજારમાં ફંડોની સાવચેતી…!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»કાલે Mahashivratri : શિવભકિતના રંગે રંગાશે રાજકોટ
    રાજકોટ

    કાલે Mahashivratri : શિવભકિતના રંગે રંગાશે રાજકોટ

    Vikram RavalBy Vikram RavalFebruary 25, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.25
    મહાશિવરાત્રી ભગવાન શંકરને સમર્પિત દિવસ છે. આવતીકાલે મહાશિવરાત્રી પર્વની ઉજવણી સાધના-આરાધના સાથે શિવભકતો કરશે.આવતીકાલે શિવાલયોમાં હરહર મહાદેવ, બમ બમ ભોલેના નાદ ગુંજી ઉઠશે. શિવ મહિકન સ્ત્રોત્ર, રૂદ્ર પૂજા, મૃત્યુંજય જાપ સ્તોત્ર, અભિષેક, બિલ્વપૂજા વગેરે અનુષ્ઠાનોમાં શિવભકતો તદાકાર બનીને શિવ આરાધના કરશે.

    આવતીકાલે શિવભકતો ઉપવાસ કરીને શિવ ભકિત કરશે. રાજકોટના સુપ્રસિદ્ધ શ્રી રામનાથ મહાદેવ પંચનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ ,મહાકાલેશ્વર મહાદેવ, ઘાટેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલા શિવમંદિરોમાં આવતીકાલે ભકતો ભકતોની ભીડ જોવા મળશે.

    દશનામ ગોસ્વામી સમાજ
    દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આવતીકાલે બપોરે 2 વાગે સ્વયંભૂ રામનાથ મહાદેવ, રામનાથપરા ચોકથી ભવ્ય શિવરથ યાત્રાનો પ્રારંભ થશે અને વિવિધ માર્ગો પરથી પસાર થઈને માણિતેશ્વર મહાદેવ મંદિર સંતકબીર રોડ ખાતે રથયાત્રાનું સમાપન થશે.શિવશોભાયાત્રાનું પ્રસ્થાન સાંસદ પુરુષોત્તમ રૂપાલા કરાવશે, આ પ્રસંગે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ ઉપસ્થિત રહેશે.

    આર્ષવિદ્યા મંદિર
    આર્ષ વિદ્યા મંદિર, આનંદ નિકેતન ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વના પાવન અવસરને અનુલક્ષીને વિશેષ ધર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 25 અને 26 ફેબ્રુઆરી, બુધવાર અને ગુરુવારના દિવસે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરમાં આ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે, જેમાં અનેક ભક્તજનોના ઉપસ્થિત રહેશે.

    આ અવસરે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ શ્રી સોમેશ્વર મહાદેવનું ષોડષોપચાર પૂજન તથા એકાદશદ્રવ્યોથી રુદ્રાભિષેક તથા અર્ચના, ત્રિંશતિ લઘુરુદ્ર હોમાત્મક યજ્ઞ, નૃત્ય-શિવલીલા, શ્રી સોમેશ્વર મહાદેવનું લઘુન્યાસ સહિત મહાપૂજન, એકાદશદ્રવ્ય રુદ્રાભિષેક, અર્ચના તથા આરતી, મહા આરતી, દ્વિતીય પ્રહર પૂજન, તૃતીય પ્રહર પૂજન, ચતુર્થ પ્રહર પૂજન, પ્રસાદ વિતરણ, ફળાહાર વગેરે નું આયોજન કરવામાં આવ્યું છે.

    આ સાથે એસ.એન.કે સ્કૂલનાં સંગીત શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા 25 ફેબ્રુઆરીએ સાંજે 7 થી 8:30 દરમિયાન નૃત્ય સંધ્યા અને 26 મી ફેબ્રુઆરીએ સાંજે સાંજે 7 થી 8:30 વાગ્યા સુધી ભજન સંધ્યાનું નું આયોજન પણ કરવામાં આવ્યું છે તેમજ ટી.જી.ઈ.એસ, ગેલેક્સી એજ્યુકેશન સીસ્ટમ દ્વારા ‘ભાવાંજલિ – શિવ મહિમા’ ગાનનું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

    આ તમામ કાર્યક્રમો શિવરાત્રીનાં પાવન પર્વ નિમિત્તે 25 અને 26 ફેબ્રુઆરી, આખા દિવસ દરમિયાન, સવારે 6:30 વાગ્યાથી લઈને વ્હેલી સવારે 5 વાગ્યા સુધી યોજવામાં આવ્યા છે.  સમગ્ર મહોત્સવ દરમિયાન પ. પૂ ડો. પરમાત્માનંદ સરસ્વતીજીની નિશ્રા પ્રાપ્ત થશે.

    ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર
    આવતીકાલ તા.26ના બુધવારે મહાશિવરાત્રી નિમિતે હર સાલની માફક આ વર્ષે પણ ઔશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિર પર સાંજના 6.30 થી 8 દરમ્યાન શિવતાંડવ ધ્યાન, શિવ કિર્તન તથા સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.ઉપરોકત મહાશિવરાત્રિ નિમિતે યોજેલ કાર્યક્રમના સહુભાગી થવા ઔશો સન્યાસી પ્રેમી મીત્રોને સ્વામિ સત્ય પ્રકારો હાર્દિક અનુરોધ કરેલ છે.

    મહાશિવરાત્રિ મહોત્સવના આયોજનો ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે 4 વૈદવાડી, ડીમાર્ટ પાછળ રાજકોટ મો.94272 54276 તથા ઔશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિર, કિસાનપરા ચોક રાજુભાઈ ફુલવાળાની બાજુમાં શકિત કૌલૌની શેરી નં.2 રાજકોટ મો.81999 33418 ખાતે કરવામાં આવેલ છે.

    પુનિત સદ્ગુરુ ભજન મંડળ
    પુનિત સદ્ગુરૂ ભજન મંડળ તા.26 રાત્રે 9.30 થી 12 સંતપુનિતના તથા મહાદેવજીના ભજનો તથા રાત્રે 12.00 મહાઆરતી શ્રી નિદોર્ષાનંદજી સ્વામી શિષ્ય પરિવાર દ્વારા મહારકતદાન શિબિરનું આયોજન તા.26 સવારે 8 થી 12 સિવીલ હોસ્પિટલના લાભાર્થે થયેલ છે. બંન્ને કાર્યક્રમનું સ્થળ રામેશ્વર મહાદેવ મંદિર સિવીલ હોસ્પિટલ ઈમરજન્સી વિયાગ પાસે રાખેલ છે.

    બંધુભાવ પૂજન તથા શિવ આરાધના
    સ્વામિનારાયણ મુખ્ય મંદિર, ભુપેન્દ્ર રોડ રાજકોટ તથા રીબડા ગુરુકુળ દ્વારા આવીતકાલે તા.26ના બુધવારે મહાશિવરાત્રી નિમિતે સ્વામિનારાયણ મુખ્ય મંદિર, ભુપેન્દ્ર રોડ રાજકોટ ખાતે એસ.જી.વી.પી. ના સદસ્યથી શાસ્ત્રી શ્રી માધવ પ્રિયદાસજી સ્વામીના સાંનિધ્યમાં વંદુભાવ પૂજન તથા શિવ આરાધનાનું આયોજન કરવામાં આવેલ છે. કાલે સાંજે 7 વાગે સદશ્રી પ્રેમાનંદ સ્વામી ભાવપૂજન તથા બંધુ મહિમા સભા રાત્રે 8.45 કલાકે શયન આરતી, ફળાહાર તથા દેવ ઉત્સવ મંડળ દ્વારા રાત્રે નવ વાગે શિવ આરાધના થશે.

    મહાશિવરાત્રીમાં શિવલિંગ પર કયા અભિષેકથી શું લાભ મળે?
    રાજકોટ તા.25

    આવતીકાલે મહાશિવરાત્રી છે. જીવને શિવમાં પરોવવાનો દિવસ છે. અહીં ચાર પ્રહરના શુભ સમયની યાદી આપી છે.

    દિવસના ચાર પ્રહરનો શુભ સમય
    * પહેલો પ્રહર સવારે 7.12થી 10.06
    * બીજો પ્રહર સવારે 10.06થી 1.00
    * ત્રીજો પ્રહર બપોરે 1.00થી 3.54
    * ચોથો પ્રહણ સાંજે 3.54થી 6.48

    રાત્રીના ચાર પ્રહણના શુભ સમયની યાદી
    * પ્રથમ પ્રહર રાત્રે 6.48થી 9.54
    * બીજો પ્રહણ રાત્રે 9.54થી 1.00
    * ત્રીજો પ્રહર રાત્રે 1.00થી 4.06
    * ચોથો પ્રહણ વહેલી સવારે 4.06થી 7.12

    અભિષેક
    (1) શિવલિંગ ઉપર દૂધ-ચડાવાથી સૌભાગ્ય અને શાંતીની પ્રાપ્તી થાય છે.
    (2) શિવલિંગ ઉપર સાકરવાળુ પાણી ચડાવાથી બુધ્ધિ શકિતમાં વધારો થાય છે અને કલેશ દુર થાય છે.
    (3) કાળાતલ: શિવલિંગ ઉપર કાળા તલ ચડાવાથી શની-રાહુની પીડા દુર થાય છે અને સર્વ મનોકામના સિધ્ધ થાય છે.
    (4) શિવલિંગ ઉપર મધ ચડાવાથી પાપોનો નાશ થાય છે. અને નવગ્રહ શાંતી થાય છે.
    (5) શિવલિંગ ઉપર શેરડીનો રસ ચડાવાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તી થાય છે.
    (6) શિવલિંગ ઉપર ચોખા ચડાવાથી સંતાનની પ્રાપ્તી થાય છે.
    (7) શિવલિંગ ઉપર ઘી ચડાવવાથી રાજયોગની પ્રાપ્તી થાય છે.
    (8) સૌથી વધારે શ્રેષ્ઠ છે શિવલિંગ ઉપર જલ ચડાવવું શિવલિંગ ઉપર જળ ચડાવાથી માનસિક તથા શારીરિક શાંતીની પ્રાપ્તી થાય છે.
    (9) આયુષ્ય વધારવા માટે શિવલિંગ ઉપર દુર્વાથી અભિષેક કરવો.
    (10) સત્રુને દુર કરવા માટે શિવલિંગ ઉપર સરસવના તેલથી અભિષેક કરવો ઉત્તમ છે.
    (11) ધન પ્રાપ્તી માટે બીલીપત્રથી અભિષેક કરવો એટલે કે બીલી પત્ર ચડાવવા.

    શાસ્ત્રી રાજદીપ જોષી
    (વેદાંત રત્ન)

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: 2256 મતદાન બુથો પર SIRની કામગીરી માટે તા.15-16 અને 22-23ના ખાસ ઝુંબેશ

    November 13, 2025
    રાજકોટ

    Rajkot:13.6 ડિગ્રી સાથે Amreli સૌથી ઠંડુ : રાજકોટમાં 15.2, નલિયામાં 14.5

    November 13, 2025
    રાજકોટ

    તા.19ના CM Rajkot માં; 550 કરોડના વિકાસ કામોની ભેટ આપશે

    November 12, 2025
    લેખ

    બોધકથા..સતસંગનો પ્રભાવ

    November 11, 2025
    લેખ

    અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન

    November 11, 2025
    લેખ

    મનુષ્યના પતન થવાનું કારણ શું?

    November 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Indian Test Cricket ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું, કેપ્ટન ગિલના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું

    November 14, 2025

    Bigg Boss 19 અભિષેક બજાજ તેની ભૂતપૂર્વ પત્ની આકાંક્ષા સામે કાનૂની કાર્યવાહી કરશે?

    November 14, 2025

    દીકરાના જન્મ પછી Katrina Kaif ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

    November 14, 2025

    Shreya Ghoshal ના લાઈવ શોમાં ભીડ બેકાબૂ થઈ ગઈ, જેના કારણે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ

    November 14, 2025

    Bipasha Basu એ તેની પુત્રીનો જન્મદિવસ ખાસ રીતે ઉજવ્યો, દરેક ફોટો દિલ જીતી રહ્યો છે

    November 14, 2025

    તંત્રી લેખ…ગુનેગારોને સજા મળવી જોઈએ

    November 14, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Test Cricket ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું, કેપ્ટન ગિલના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું

    November 14, 2025

    Bigg Boss 19 અભિષેક બજાજ તેની ભૂતપૂર્વ પત્ની આકાંક્ષા સામે કાનૂની કાર્યવાહી કરશે?

    November 14, 2025

    દીકરાના જન્મ પછી Katrina Kaif ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

    November 14, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.