Morbi, તા.17
હળવદ તાલુકામાં ઇંગ્લીશ દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલ શખ્સની પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી જેથી હળવદ પોલીસે પાસા હેઠળ આરોપીને પકડીને જેલ હવાલે કરેલ છે.
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇંગ્લીશ દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલ શખ્સની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે જેથી પોલીસે પાસા હેઠળ આરોપી આમિન અનવરભાઈ કાજેડીયા રહે. રાજલનગર ચરાડવાની ધરપકડ કરીને તેને જેલ હવાલે કર્યો છે.
ટંકારામાં મામલતદાર કચેરી પાસે રહેતા પરિવારના ગંગાબેન માંગરોળીયા નામની 17 વર્ષીય યુવતી કોઈ કારણોસર ફીનાઇલ પી જતાં અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. એ ડિવિઝનના વાલભા ચાવડા દ્વારા નોંધ કરી બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરાઈ હતી.
મોરબી-કચ્છ હાઇવે ઉપર સુરજબારીના પુલ નજીક બસ અને ટ્રક અથડાતા હરવિજયસિંહ હરપાલસિંહ ગોહિલ (30) રહે.રાજકોટ જય પટેલ (36) રહે.રાજકોટ, ગોપાલભાઈ અમરશીભાઈ ફિરોજપરા (70) રહે.રાજકોટ અને સુનિલભાઈ વસાણી (50)રહે.આશાપુરા નગર કોઠારીયા રોડ રાજકોટને ઇજા થતા ચારેયને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા મોરબી પોલીસ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

