Mangol તા.૨૬
ભારત રત્ન દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં સુશાસન દિવસ તરીકે માનવવામાં આવો જેના ભાગરુપે માંગરોળમાં પણ તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ અરજણભાઈ આંત્રોલીયા ની ઉપસ્થિતીમાં પ્રેરણા સ્ત્રોત એવા અટલ બિહારી વાજપાઇજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમના અંતે ભાજપ કાર્યકરો અને ઉપસ્થિત સૌ લોકોએ અરજણભાઈ આત્રોલીયા ને માંગરોળ તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ બનવા બદલ ફુલહાર અને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ભાજપ પક્ષે વિશ્વાસ રાખી તાલુકા પ્રમુખની મોટી જવાબદારી આપવા બદલ અરજણભાઇએ પ્રદેશ અને જિલ્લા ભાજપ નો અને તમામ શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો હતો

