Bagasara, તા.6
રાજકોટના કાજલબેનને બગસરાના ઝાંઝરીયામાં પતિ, સાસુ, જેઠે માર માર્યો હતો. કાજલબેન રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ દાખલ થયા હતા. મળતી માહિતી અનુસાર, કાજલબેન દિનેશભાઈ મકવાણા (ઉંમર વર્ષ 30, રહે.સાગર ચોક, આરએમસી ક્વાર્ટર, રાજકોટ)ના લગ્ન 10 વર્ષ પહેલા અમરેલી જિલ્લાના બગસરા નજીક આવેલા ઝાંઝરીયા ગામે દિનેશભાઇ સાથે થયા હતા.
તેમને સંતાનમાં 1 દીકરો છે. દરમ્યાન પતિ – સાસરિયા સાથે અણબનાવ થતા કાજલબેન માવતરના ગામ રાજકોટ રહેવા આવી ગયા હતા. તેઓ સાગર ચોક, આરએમસી ક્વાર્ટરમાં પોતાના પુત્ર સાથે રહેતા હતા. પતિ અહીં અવાર નવાર રહેવા આવતા. બગસરા પોલીસ અરજી – ફરિયાદ ચાલતી હોય, તેમાં સમાધાન કરી લઈએ તેમ કહીં દિનેશભાઇ પત્ની કાજલબેનને તા.4 એપ્રિલના રોજ ઝાંઝરીયા લઈ ગયા હતા.
જ્યાં સાંજે 6 વાગ્યાં આસપાસ પોતાના પતિ દિનેશભાઇ, જેઠ અરવિંદભાઈ અને સાસુ ગૌરીબેન સહિતના લોકોએ ઝઘડો કરીને પાઇપ વડે માર મારતા પ્રથમ બગસરા સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ થયા હતા. પોલીસે તેમનું નિવેદન લેવા તજવીજ કરી હતી.

