Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vaibhav Suryavanshi માટે રાજસ્થાન રોયલ્સે રણનીતિ બદલાવી નાખી હતી

    May 7, 2026

    Football, FIFA World Cup: ભારતીય ટીમ હિસ્સો નથી, હવે મેચ જોવા માટે પણ ભારતીયો તરસશે

    May 7, 2026

    Points Table માં તળીયે લખનઉ આજે `જાયન્ટ’ બેંગલોર સામે ટકરાશે

    May 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vaibhav Suryavanshi માટે રાજસ્થાન રોયલ્સે રણનીતિ બદલાવી નાખી હતી
    • Football, FIFA World Cup: ભારતીય ટીમ હિસ્સો નથી, હવે મેચ જોવા માટે પણ ભારતીયો તરસશે
    • Points Table માં તળીયે લખનઉ આજે `જાયન્ટ’ બેંગલોર સામે ટકરાશે
    • Punjab ને ખરાબ ફિલ્ડિંગ ભારે પડી : હૈદરાબાદ સામે 33 રને હાર
    • Pakistan ની ખેલાડીઓ ભારત આવી શકશે : ભારતીય રમતવીરો પાક નહીં જાય
    • IPL 2026 ની ફાઈનલ મેચ હવે બેંગલુરૂની બદલે રમાશે અમદાવાદમાં
    • કાતિલ બોલિંગ બાદ Samson ની સ્ફોટક બેટિંગથી દિલ્હી સામે ચેન્નાઈની જીત
    • IPL: દરેક છગ્ગો કંઈક અલગ કહાની કહે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»ધોરણ-૧૦માં ગણિત સ્ટાન્ડર્ડ,બેઝિકના અલગ પુસ્તકો તૈયાર કરવાની વિચારણા
    અમદાવાદ

    ધોરણ-૧૦માં ગણિત સ્ટાન્ડર્ડ,બેઝિકના અલગ પુસ્તકો તૈયાર કરવાની વિચારણા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 1, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.૧

    ધોરણ-૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનું અલગ પુસ્તક મળે તે પ્રકારની વિચારણા ચાલી રહી છે. તાજેતરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષણમંત્રીની અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં ધોરણ-૧૦માં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડા સહિતના પ્રશ્નો ચર્ચાયા હતા. જેના નિરાકરણ રૂપે સંઘો દ્વારા ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકનું પુસ્તક અલગ કરવામાં આવે તો વિદ્યાર્થી સંખ્યા વધારવામાં મદદ મળી શકે તેવું તારણ રજૂ કર્યું હતું. જેના પગલે શિક્ષણમંત્રી દ્વારા બે પુસ્તકો અલગ કરવા અંગે વિવિધ સૂચનો મેળવ્યા બાદ તે અંગે આગળ કાર્યવાહી કરવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળે છે. બેઠકમાં બે પુસ્તકો અલગ કરવાને લઈ હકારાત્મક વલણ હોવાનું પણ સામે આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરણ-૧૦માં અત્યાર સુધી ગણિત વિષયનું એક જ પેપર તમામ વિદ્યાર્થીઓ માટે લેવામાં આવતું હતું. પરંતુ ત્રણેક વર્ષ પહેલા ગણિત વિષયમાં બે ભાગ કરાયા હતા. જેમાં જે વિદ્યાર્થીઓ ગણિત વિષય સાથે આગળનો અભ્યાસ કરવા માગતા હોય તેમના માટે ગણિત સ્ટાન્ડર્ડનું પેપર અને જે વિદ્યાર્થીઓ ગણિત વિષય વગર આગળનો અભ્યાસ કરવા માગતા હોય તેમના માટે ગણિત બેઝિક વિષયની પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો હતો. જોકે, આ સમગ્ર પ્રક્રિયામાં માત્ર પરીક્ષમાં પેપર જ અલગ લેવામાં આવતું હતું. પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન અભ્યાસક્રમ માટે એક જ પુસ્તક અમલમાં હતી. આ પુસ્તકમાંથી સરળ પેપર નીકળે તે ગણિત બેઝિક અને અઘરું પેપર નીકળે તે ગણિત સ્ટાન્ડર્ડ તરીકે ગણાતું હતું. જોકે, આ નિર્ણય લેવામાં આવ્યા બાદ દર વર્ષે ગણિત સ્ટાન્ડર્ડ વિષય લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. જેના પગલે ધોરણ-૧૧ અને ૧૨ સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થતો હોવાનું જાણવા મળે છે. શિક્ષણ બોર્ડની આગામી ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થનારી પરીક્ષા માટે પણ ગણિત વિષયમાં કુલ ૮૪૫૩૯૨ વિદ્યાર્થી નોંધાયા છે. જેમાંથી ગણિત બેઝિક પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૭૮૪૦૭૮ છે અને ગણિત સ્ટાન્ડર્ડ પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૬૧૩૧૪ જેટલી છે. આમ, ગણિત સ્ટાન્ડર્ડ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર ૭.૨૫ ટકા જેટલી જ છે. દર વર્ષે આ સંખ્યામાં ઘટાડો થતો હોવાની વિગતો પણ સામે આવી છે.  દરમિયાન, વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે તાજેતરમાં શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં ધોરણ-૧૦માં ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં થઈ રહેલા ઘટાડા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેથી બેઠકમાં હાજર શિક્ષણ બોર્ડના સભ્ય દ્વારા વિવિધ સંગઠનો તરફથી મળેલા સૂચનો રજૂ કર્યા હતા. જેમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકનું પુસ્તક અલગ કરી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે તો ફાયદો થાય તેમ હોવાનું જણાવ્યું હતું. જેથી શિક્ષણમંત્રી દ્વારા આ મુદ્દે વધુ રિસર્ચ કરી આગળ નિર્ણય લેવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. આમ, ગણિત વિષયમાં બે પુસ્તકો તૈયાર કરવાને લઈને સઘન ચર્ચા કરવામાં આવ્યા બાદ આ મુદ્દે શિક્ષણ વિભાગ આગળ વધી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

    Class 10 Mathematics Standard and Basic
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: નારોલમાં ધોરણ 12માં ઓછા ટકા આવતા વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાત

    May 5, 2026
    અમદાવાદ

    કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતા Gujarat High Courtએ AMCનો ઉધડો લીધો

    May 5, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર્યાનો પર્દાફાશ

    May 5, 2026
    અમદાવાદ

    Gujaratના 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

    May 5, 2026
    અમદાવાદ

    મહત્તમ તાપમાનમાં વધારો થતા Ahmedabadમાં પાણીજન્ય રોગના ૮૦૦થી વધુ કેસ

    May 5, 2026
    અમદાવાદ

    Ahmedabad: વેપારી ૯ દિવસ માટે પરિવાર સાથે વતન ગયાને તસ્કરોએ ઘરમાં હાથફેરો કર્યો

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Vaibhav Suryavanshi માટે રાજસ્થાન રોયલ્સે રણનીતિ બદલાવી નાખી હતી

    May 7, 2026

    Football, FIFA World Cup: ભારતીય ટીમ હિસ્સો નથી, હવે મેચ જોવા માટે પણ ભારતીયો તરસશે

    May 7, 2026

    Points Table માં તળીયે લખનઉ આજે `જાયન્ટ’ બેંગલોર સામે ટકરાશે

    May 7, 2026

    Punjab ને ખરાબ ફિલ્ડિંગ ભારે પડી : હૈદરાબાદ સામે 33 રને હાર

    May 7, 2026

    Pakistan ની ખેલાડીઓ ભારત આવી શકશે : ભારતીય રમતવીરો પાક નહીં જાય

    May 7, 2026

    IPL 2026 ની ફાઈનલ મેચ હવે બેંગલુરૂની બદલે રમાશે અમદાવાદમાં

    May 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vaibhav Suryavanshi માટે રાજસ્થાન રોયલ્સે રણનીતિ બદલાવી નાખી હતી

    May 7, 2026

    Football, FIFA World Cup: ભારતીય ટીમ હિસ્સો નથી, હવે મેચ જોવા માટે પણ ભારતીયો તરસશે

    May 7, 2026

    Points Table માં તળીયે લખનઉ આજે `જાયન્ટ’ બેંગલોર સામે ટકરાશે

    May 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.