શહેરના મુખ્ય માર્ગો પર ખાડા રાજ જોવા મળ્યું, કમિશ્નરે કામગીરીની ખાતરી આપી
(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૫
Morbi શહેર અને જીલ્લામાં ગત સપ્તાહના અંતે શુકવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો ભારે વરસાદને પગલે નાગરિકોને અનેક હાલાકી ભોગવવી પડી હતી જોકે હવે મેઘરાજાએ વિરામ લીધા બાદ હવે રોડ પર ખાડા રાજ જોવા મળી રહ્યું છે અને કમિશ્નર વિઝીટ કરી આગામી ૫-૬ દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી રહ્યા છે
સૌરાષ્ટ્રના પેરીસની ઉપમા ધરાવતું મોરબી શહેર ઓદ્યોગિક રીતે વિકસિત હોવા છતાં વર્ષોથી નગરપાલિકા અને હવે મહાનગરપાલિકાના પાપે નાગરિકો અનેક પ્રકારની હાલાકીનો સામનો કરી રહ્યા છે મહાપાલિકા બન્યા બાદ દબાણો હટાવવા અને નવા રોડ રસ્તાના કામો શરુ થયા છે તેમાં ઇનકાર થઇ સકે નહિ પરંતુ મોરબીમાં ગત શનિવારે પડેલા વરસાદને પગલે આજે શહેરના મુખ્ય માર્ગો એવા તખ્તસિંહજી રોડ, શનાળા રોડ પર ખાડા રાજ જોવા મળી રહ્યું છે અને વરસાદે વિરામ લીધા બાદ પણ કોઈ કામગીરી હજુ શરુ થઇ હોય તેવું લાગતું નથી વરસાદના વિરામ બાદ તુરંત કામગીરી કરવામાં આવી હોય તો નાગરિકોને મુશ્કેલીમાંથી રાહત મળી સકે પરંતુ તુરંત કામગીરી કરવાનું મુર્હત તંત્રને મળતું નથી અને નાગરિકો હાલાકીનો સામનો કરતા રહે છે બેઠો પુલ તૂટી ગયો છે તો મહાનગરપાલિકા કચેરી સામે જ રોડ પર વાહનો ચાલી ના સકે તેવા ખાડા જોવા મળી રહ્યા છે ખડબચડા રોડ પર વાહનો ચલાવીને વાહનચાલકોને પીઠના દુખાવા થઇ જાય છે તો વાહનોમાં પણ નુકશાની સહન કરવી પડે છે
રોડ રસ્તાની સ્થિતિ મામલે મ્યુનીસીપલ કમિશ્નર સંગીતાબેન રૈયાણીએ જણાવ્યું હતું કે ગત શનિવારે મોરબીમાં ૧૧ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેથી પાણી ભરાવવા અને રોડ રસ્તા પર ખાડાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે વરસાદે વિરામ લીધા બાદ તુરંત તેઓએ વિઝીટ લીધી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી હાલ છ એન્જીનીયરની ટીમ બનાવી વોર્ડ વાઈઝ કામગીરી માટે આદેશો આપવામાં આવ્યા છે આગામી ૫-૬ દિવસમાં કામગીરી પૂર્ણ થાય તેવી સુચના આપવામાં આવી છે

