Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત

    June 29, 2026

    Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ

    June 29, 2026

    Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા

    June 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત
    • Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ
    • Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા
    • Amreli: વાંકિયા ગામમાં પશુનું મારણ કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો
    • Amreli: ખાંભા બાદ સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં વરસાદનું આગમન
    • Amreli: લાઠી અને કુકાવાવ રોડ પરથી 100 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા
    • Surat નાસીરનગર મેગા ડિમોલિશન:કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના દબાણ તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત
    • Vadodara: વાઈબ્રન્ટ સમિટ માટે VCMના કર્મચારીઓને લઈ જવા 35 બસ મુકાતા અનેક રૂટ રદ કરાતા વિવાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Ram temple માં સરકારી નોકરશાહીની કોઈ જ દખલગીરી મંજૂર નહીં, CEO ની નિમણૂક પહેલા સંતો ભડક્યા
    રાષ્ટ્રીય

    Ram temple માં સરકારી નોકરશાહીની કોઈ જ દખલગીરી મંજૂર નહીં, CEO ની નિમણૂક પહેલા સંતો ભડક્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ayodhya,તા.29

    અયોધ્યા રામ મંદિરમાં ચઢાવા ચોરીના વિવાદ વચ્ચે હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પુન:રચના અને વહીવટને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ વહીવટ સુધારવા માટે એક આઈએએસ સ્તરના સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર)ની નિમણૂક કરવાની હિમાયત કરી હતી. જેને અયોધ્યાના સંત સમાજે સખત શબ્દોમાં નકારી કાઢી છે. રવિવારે મહંત નૃત્યગોપાલ દાસના જન્મોત્સવના અંતિમ દિવસે દેશભરમાંથી એકત્રિત થયેલા સંતોએ ‘ધ્વનિ મત’ થી અમલદારશાહી વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર કર્યો છે.

    વ્યાસ પીઠ પરથી મુખ્ય વક્તા આચાર્ય મિથિલેશ નંદિની શરણ (મહંત, હનુમત નિવાસ) એ સીધો સવાલ ઉઠાવ્યો કે, “શું અયોધ્યામાં રામ મંદિર બ્યુરોક્રેટ્સ ચલાવશે? અયોધ્યા સંતો અને શ્રદ્ધાળુઓની છે, વહીવટી તંત્રની નહીં.” વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સંબોધતા તેમણે કહ્યું કે જો ટ્રસ્ટનું પુન:ગઠન કરવું હોય તો ચોક્કસ કરો, તમામ વર્ગોના પ્રમાણિત લોકોને સ્થાન આપો, પરંતુ રામ મંદિરને સત્તાનું સંસ્થાન કે કોર્પોરેટ સેટ-અપ ન બનાવો. તેમણે ઉમેર્યું કે ધર્મનિરપેક્ષતાની શપથ લેનારા સરકારી અધિકારીઓ ક્યારેય ધર્મ પ્રત્યે નિષ્ઠાવાન હોઈ શકે નહીં.

    ચંપત રાયના રાજીનામા પર ઘેરાતું રહસ્ય
    ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાના રાજીનામાને લઈને પણ અયોધ્યામાં ચર્ચાઓ ગરમ છે. સંતોએ સવાલ ઉઠાવ્યો છે કે સોશિયલ મીડિયા પર અત્યંત સક્રિય રહેતા ચંપત રાયે પોતાના રાજીનામાની સત્તાવાર જાહેરાત કેમ ન કરી? વધુમાં, સામાન્ય વહીવટી પ્રક્રિયા મુજબ રાજીનામું ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસને સોંપવાના બદલે કોષાધ્યક્ષ (ટ્રેઝરર) ને કેમ સોંપવામાં આવ્યું? આ તમામ સવાલોના કારણે શંકાઓ દ્રઢ બની છે અને હવે બધી નજર 11 જુલાઈએ મળનારી ટ્રસ્ટની હાઈ-લેવલ બેઠક પર ટકેલી છે.

    બીજી તરફ, આ વિવાદમાં હવે કરણી સેના પણ કૂદી પડી છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂરજ પાલ અમ્મુએ સિવિલ લાઈન્સ ખાતે પત્રકાર પરિષદ યોજીને પૂર્વ આઈએએસ નૃપેન્દ્ર મિશ્રા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે જ્યારે મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે રાજસ્થાનના ભરતપુર સહિત અન્ય સ્થળોએથી લાવવામાં આવેલા પથ્થરો અને બિલ્ડિંગ મટિરિયલમાં પણ ગેરરીતિ થઈ હોવાની આશંકા છે. જો મંદિરમાં ચોરી થઈ છે, તો નિર્માણ સમિતિના અધ્યક્ષ તરીકે નૃપેન્દ્ર મિશ્રા જવાબદારીમાંથી કેવી રીતે બચી શકે? તેમને તપાસના દાયરામાં લાવવા જોઈએ અને જો તેમને સીઈઓ બનાવવામાં આવશે તો તે અયોધ્યાનું દુર્ભાગ્ય હશે. કરણી સેનાએ પીએમ મોદી પાસે ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવ સામે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

    સૂત્રોના જણાવ્યા અનુસાર, 11 જુલાઈએ પ્રસ્તાવિત બેઠકમાં રામ મંદિર ટ્રસ્ટના માળખામાં ધરખમ ફેરફારો થઈ શકે છે. બેંકિંગ, ફાઇનાન્સ, મેનેજમેન્ટ અને આઇટી ક્ષેત્રના પ્રોફેશનલ્સને નાણાકીય પારદર્શિતા લાવવા માટે રાખવામાં આવી શકે છે તેમજ અત્યાર સુધી ચાલતી આઉટસોર્સિંગ પ્રક્રિયાની સમીક્ષા કરી તમામ વ્યવસ્થાઓ સીધી ટ્રસ્ટના હાથમાં લેવાય તેવી સંભાવના છે.

    Ayodhya CEO Ram temple
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ભારત ધીરે ધીરે Arunachal ગુમાવી રહ્યું છે! સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો

    June 29, 2026
    રાષ્ટ્રીય

    Assam-Arunachal Pradesh માં મેઘતાંડવ, રોડ-રસ્તા ડૂબ્યા, બ્રિજ ધરાશાયી, જનજીવન ઠપ

    June 29, 2026
    આંતરરાષ્ટ્રીય

    શાંતિ મંત્રણા ઠેરની ઠેર : Kuwait, Bahrain પર ઇરાનનો હુમલો : અમેરિકાને ચેતવણી આપી

    June 29, 2026
    રાષ્ટ્રીય

    ખેડૂતોને રાસાયણિકના બદલે પ્રાકૃતિક ખેતી તરફ વળવા Mann Ki Baat માં મોદીની સલાહ

    June 29, 2026
    આંતરરાષ્ટ્રીય

    Saudi Arabia માં હેલિકોપ્ટર અને France માં વિમાન ક્રેશ : કુલ 25 લોકોનાં મોત

    June 29, 2026
    અન્ય રાજ્યો

    હિન્દુ નામથી ડોક્ટર બની યુવતીઓને ફસાવનાર મુસ્લિમ યુવકની Arrested

    June 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત

    June 29, 2026

    Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ

    June 29, 2026

    Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા

    June 29, 2026

    Amreli: વાંકિયા ગામમાં પશુનું મારણ કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો

    June 29, 2026

    Amreli: ખાંભા બાદ સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં વરસાદનું આગમન

    June 29, 2026

    Amreli: લાઠી અને કુકાવાવ રોડ પરથી 100 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા

    June 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત

    June 29, 2026

    Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ

    June 29, 2026

    Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા

    June 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.