New Delhi,તા.10
દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલ દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેના મેચમાં ગુજરાતે દિલ્હીને 1 રનથી હરાવ્યું છે. આ સાથે ગુજરાતે સીઝનની પ્રથમ જીત નોંધાવી છે.
આ મેચ છેલ્લા બોલ સુધી રસાકસીભરી રહી. દિલ્હીએ ટોસ જીતીને ગુજરાતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું. શુભમન ગિલ (70), વોશિંગ્ટન સુંદર (55) અને જોસ બટલર (52) ની અડધી સદીની મદદથી ગુજરાતે 20 ઓવરમાં ચાર વિકેટે 210 રન બનાવ્યા. જવાબમાં, દિલ્હી કેપિટલ્સ 20 ઓવરમાં આઠ વિકેટે 209 રન જ બનાવી શક્યું. તેમના તરફથી કેએલ રાહુલે સૌથી વધુ 92 રન બનાવ્યા.
ગુજરાતના બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શન
પ્રથમ બેટિંગ કરતા, ગુજરાતે 20 ઓવરમાં 211 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. કેપ્ટન શુભમન ગિલે શાનદાર 70 રન બનાવ્યા, જ્યારે જોસ બટલરે 27 બોલમાં 52 રનની ઝડપી ઇનિંગ રમી. વોશિંગ્ટન સુંદરે પણ 32 બોલમાં 55 રનની આક્રમક ઇનિંગ રમીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી.
દિલ્હીને શરૂઆતી સફળતા મળી
સાઈ સુધરશન અને ગિલની જોડીથી ગુજરાતની ઇનિંગ્સ સારી શરૂઆત કરે તેવી અપેક્ષા હતી, પરંતુ મુકેશ કુમારે સુધરસનને ક્લીન બોલ્ડ કરીને દિલ્હીને શરૂઆતી સફળતા અપાવી. સ્પિનર કુલદીપ યાદવે પણ વચ્ચેની ઓવરોમાં દબાણ જાળવી રાખ્યું, જોકે ગિલે તેની સામે ભારે રન બનાવ્યા.
રાહુલ-નિશાંકાએ આપી મજબૂત શરૂઆત
211 રનનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલ અને પથુમ નિસાન્કાની ઓપનિંગ જોડી સાથે મજબૂત શરૂઆત કરી. બંનેએ 49 બોલમાં પ્રથમ વિકેટ માટે 76 રન ઉમેર્યા. પ્રસિદ કૃષ્ણાએ નિસાન્કાને (41) આઉટ કરીને આ ભાગીદારી તોડી. ત્યારબાદ કેએલ રાહુલે 29 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.
2 વિકેટ પડી
રાહુલની અડધી સદી પછી, દિલ્હીની બેટિંગ શાપિત લાગી રહી હતી. રાશિદ ખાને 10મી ઓવરના છેલ્લા બે બોલમાં દિલ્હીને બે ઝટકા આપ્યા. તેણે પાંચમા બોલ પર સાઈ સુદર્શનના હાથે નીતિશ રાણા (5) ને કેચ આઉટ કરાવ્યો.
બીજા બોલ પર કરામતીએ સમીર રિઝવીને બોલ્ડ કર્યો. સમીર ગોલ્ડન ડક પર પેવેલિયન પાછો ફર્યો. ડેવિડ મિલર (12) રિટાયર્ડ હર્ટ થયો, તેથી તેના સ્થાને અક્ષર પટેલ આવ્યો. જોકે, તે 2 રન બનાવીને કેચ આઉટ થયો.
કેએલ રાહુલ સદી ચૂકી ગયો
ત્યારબાદ ટ્રિસ્ટન સ્ટબ્સે કેએલ રાહુલ સાથે ઇનિંગ્સને સ્થિર કરી. જોકે, સ્ટબ્સ અને કેએલ રાહુલ બંને 17મી ઓવરમાં આઉટ થયા. મોહમ્મદ સિરાજની ઓવરના ચોથા બોલ પર ટ્રિસ્ટન સ્ટબ્સ રન આઉટ થયા.
સિરાજે છેલ્લા બોલ પર કેએલ રાહુલને જોસ બટલરના હાથે કેચ આઉટ કરાવ્યો. રાહુલ સદી ચૂકી ગયો, તેણે 52 બોલમાં 92 રન બનાવ્યા. તેણે 11 ચોગ્ગા અને 4 છગ્ગા પણ ફટકાર્યા. 12 બોલમાં 36 રન કરવામાં હતા અને મિલરે સ્ફોટક ઇનિંગ્સ રમી છેલ્લે 2 બોલમાં જીત માટે 2 રન કરવાની સ્થિતિ સુધી પહોંચી ગયો.
છેલ્લી ઓવરમાં મેચ પલટી ગઈ
દિલ્હીએ અંતિમ ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી. બીજા બોલ પર વિપ્રજ નિગમ અને છેલ્લા બોલ પર કુલદીપ યાદવ રન આઉટ થયા. ગુજરાત તરફથી રાશિદ ખાને ત્રણ વિકેટ લીધી, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ બે વિકેટ લીધી. આ વિજય સાથે, ગુજરાત ટાઇટન્સે સિઝનની પોતાની પ્રથમ જીત નોંધાવી, જ્યારે દિલ્હી કેપિટલ્સ ખૂબ જ નજીકની મેચમાં હારી ગઈ.
પોઇન્ટ ટેબલ
દિલ્હીએ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે પોતાની પહેલી બે મેચ છ વિકેટથી જીતી હતી. દિલ્હી હાલમાં પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. બીજી તરફ, ગુજરાતે પોતાની જીતનો સિલસિલો શરૂ કરતા પહેલા પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ સામે પોતાની પહેલી બે મેચ હારી હતી. ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે પહોંચી ગઈ છે.

