(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૧
Morbiમાં રહેતા ૫૦ વર્ષીય આધેડને ભંગારના કારખાનામાં ભાગમાં રાખવાની લાલચ આપી રૂ ૧.૧૩ કરોડ પડાવ્યા બાદ ભાગીદારી નહિ આપી રૂ ૧.૧૩ કરોડ ઓળવી જઈને ચીટીંગ કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મૂળ બીલીયા હાલ મોરબીના આલાપ પાર્ક શેરી નં ૧૧ માં રહેતા સંજયભાઈ અંબારામભાઈ સાણંદીયા (ઉ.વ.૫૦) વાળાએ આરોપી ગૌરવ જયંતીલાલ ડઢાણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે બે વર્ષ પૂર્વે ફરિયાદી ફેક્ટ પેપરમિલના ભાગીદાર હતા અને મિલ બંધ કરી જેથી પેપરમિલ બંધ થતા કામધંધાની તલાશ કરતા હતા દરમિયાન પોણા બે વર્ષ પૂર્વે સંબંધી ગૌરવભાઈ સાથે સંપર્ક થયો હતો અને ગૌરવભાઈના પિતા સાથે ક્યારેક મળવાનો સંબંધ હતો પરંતુ ગૌરવભાઈને મળ્યા ના હતા એકાદ વર્ષ પહેલા ગૌરવભાઈએ ફોન કરીને નવા બસ સ્ટેન્ડ પાસે આશાપુરા ટાવર સદ્ગ્ુારુ કૃપા ઓફીસમાં બોલાવ્યા હતા જ્યાં ગૌરવભાઈના મામાનો દીકરો હાર્દિક ગોરધન ખોખાણી હાજર હતો અને ગૌરવભાઈ સાથે કરોડો રૂપિયાની વાતચીત કરતો હતો
ગૌરવભાઈએ કહ્યું તમે હાલ ધંધો શોધો છો મારી પાસે એક ધધો છે કહીને એક આખું કારખાનું ભંગારમાં રાખેલ છે જેમાં એક કરોડ પચીસ લાખ રોક્યા છે સારા એવા રૂપિયા મળે છે અને ફરિયાદીએ આટલા રૂપિયા મારી પાસે નહિ કહેતા ગૌરવભાઈએ માલ ડાયરેક્ટ વેચાણ કરી નાખશું તમારે રૂપિયા સવા કરોડ જેવું રોકાણ કરવું પડશે કહીને વિશ્વાસ અપાવ્યો હતો અને રકમ કટકે કટકે આપવાની છે તેમ કહ્યું હતું ગૌરવભાઈએ રાધેશ્યામ એગ્રો પ્રા. લી. અમરેલી કારખાનાનો તમામ ભંગાર ઉપાડવાનું ને રૂ ૮ કરોડ ૭૧ લાખમાં એગ્રીમેન્ટ કર્યાનું બતાવ્યું હતું જેથી ભાગના રૂપિયા એક કરોડ પચીસ લાખ આપવાનું નક્કી કર્યું હતું ચેકથી રૂપિયા ૨૫ લાખ આપવાનું કહેતા તેને રોકડા આપવાનું કહ્યું અને તા. ૨૭-૧૨-૨૪ ના રોજ હાર્દિકભાઈના નામે આંગડીયું અમરેલી નામે કરવાનું કહેતા આર કાંતિ આંગડીયામાં મોરબીથી રૂ ૨૫ લાખ મોકલ્યા બાદમાં તા. ૩૧-૧૨-૨૪ નાં રોજ ઘરે આલાપ સોસાયટીમાં રૂ ૨૫ લાખ રોકડા આપ્યા
ગૌરવભાઈ, મામાનો દીકરો હાર્દિક વાંકાનેર લઇ ગયો જ્યાં મુસ્તુફા નામની વ્યક્તિ સાથે લઇ અમરેલી રાધે શ્યામ એગ્રો કારખાને ગયા હતા તા. ૦૬-૦૧-૨૫ ના રોજ રૂ ૨૫ લાખ લીધા અને બાદમાં બીજા દિવસે રૂ ૩ લાખ મોરબીથી મંગાવી લો કહેતા બનેવી રાજેશભાઈ ભોજાણીને ફોન કરી રૂ ૩ લાખ મંગાવ્યા હતા તેમજ હાર્દિકભાઈ ઘરે આવી ૨૫ લાખ પત્નીની હાજરીમાં લઇ ગયા હતા આમ કુલ રૂ એક કરોડ ત્રણ લાખ ચૂકવી આપ્યા હતા અને બાદમાં ગૌરવભાઈએ હવે રૂપિયા દસ લાખ આપવાના છે કહેતા તા. ૨૪-૦૧-૨૫ ના રોજ દસ લાખ આપ્યા હતા કુલ રૂ ૧.૧૩ કરોડ આપ્યા હતા જેમાંથી ગૌરવભાઈએ ૯ લાખ કારખાને જમા કરાવ્યા જેથી ઓફિસમાંથી જનાવેલ કે તમારા રૂ ૧.૯૯ કરોડ જમા થયા છે જેથી ફરિયાદીને શંકા ગઈ હતી અને બંને સરખા પાર્ટનર હોવા છતાં ફરિયાદીએ રૂ ૧.૧૩ કરોડ આપ્યા તો વધુ રૂપિયા કારખાને જમા થવા જોઈએ
જે બાબતે ગૌરવભાઈ પાસે હિસાબ માંગતા તમારા ભાગમાં રહેવું ના હોય તો તમને આપેલ રકમ પરત આપી દઈશ જે રકમ તમારી જેટલા સમય વાપરેલ તેનું વ્યાજ પણ આપી દઈશ જેથી વિશ્વાસ રાખ્યો હતો અને બાદમાં તેના માણસ ઈરફાનને પૂછતાં આ બધું શું ચાલે છે તેને કહ્યું શેઠને બધી ખબર હોય અમે પૂછતાં નથી જેથી વધુ શંકા ગઈ અમારા ભાગની બાકી રકમ બાર લાખ દેવાના હતા તે આપેલ નહિ અને હિસાબ માંગતા હિસાબ આપ્યો નહિ ગૌરવભાઈને તા. ૧૯-૩-૨૫ ના રોજ મોબાઈલના વોટ્સએપથી મેસેજ નાખ્યો અને તા. ૨૯-૦૪-૨૫ ના રોજ વ્યાજ સાથે રકમ થતી હતી તેન રકમનો હિસાબ વોટ્સએપ મોકલ્યો હતો ફોનમાં વાતચીત કરતા ફોનમાં નહિ રૂબરૂ મળવા આવજો કહેતા ફરિયાદી અને તેના પત્ની ઘરે રૂબરૂ મળવા જતા ગૌરવભાઈએ તને રૂપિયા નથી આપવા તારાથી થાય તે કરી લેજે કહીને રૂપિયાની વાતચીત કરતો નહિ નહીતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી એ ડીવીઝન પોલીસે ૧.૧૩ કરોડની ચીટીંગ મામલે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

