Morbi,તા.15
મોરબી તાલુકા પોલીસ ટીમે રંગપર ગામની સીમમાં રેડ કરી ૧.૧૦ લાખની કિમતનો ૫૫૦ લીટર દેશી દારૂનો જથ્થો કબજે લઈને એક આરોપીને ઝડપી લીધો છે
રંગપર ગામની સીમમાં લાઈવ સીટી સિરામિક પાછળ માટીના ઢગલામાં મોરબી તાલુકા પોલીસ ટીમે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી દેશી દારૂ ૫૫૦ લીટર કીમત રૂ ૧,૧૦,૦૦૦ નો જથ્થો મળી આવતા પોલીસે મુદામાલ કબજે લઈને આરોપી જુસબ હબીબ જામ રહે વેજીટેબલ રોડ મોરબી વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી આરીફ કટિયા રહે માળિયા વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે

