Morbi,તા.15
મોરબી જીલ્લાના સોલંકીનગર, ફડસર, ઉટબેટ સામપર, બેલા(આમરણ) ગામોમા સીમા જાગરણ મંચ- મોરબી તથા ડો.હેડગેવાર સ્મારક સમિતિ અને આર્યતેજ હોમીયોપેથીક મેડિકલ કોલેજ મોરબી દ્વારા ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિતે નિ:શુકલ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આશરે 300 થી વધુ ગ્રામજનોએ આ કેમ્પમાં લાભ લીધો હતો.
આ મેડીકલ કેમ્પને સફળ બનાવવા સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંતના સહસંયોજક હિરેનભાઈ વિડજા, મોરબી જીલ્લા અઘ્યક્ષ વિનોદભાઈ સનારીયા, મોરબી જીલ્લાના સયોજક રાજેશભાઈ એરણીયા, મોરબી જીલ્લાના ટોળી સદસ્ય મનીસભાઈ પટેલ, બીપીનભાઈ અઘારા, રાજભાઈ અમૃતીયા, દિનેશભાઈ બારૈયા તથા આર્યતેજ હોમીયોપેથીક મેડિકલ કોલેજના ડોકટરઓ તથા તમામ સ્ટાફ તેમજ ઉકત તમામ ગામના સરપંચો તેમજ ગામના યુવાનો અને ગામલોકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

