(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૧
મોરબીના યુવાનને આર્મીમેનના ખોટા નામો આપી પેઢીના નંબર પર ઇન્ડિયન આર્મી કેંટમાં વેન્ડર સિસ્ટમના નામે બેંક ખાતામાં રૂ ૧૨.૪૨ લાખ મેળવી ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે બે આરોપીઓના નામ અને મોબાઈલ નંબર તેમજ ચાર બેંક ખાતા નંબર ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના લખધીરનગર (નવાગામ) રહેવાસી હર્ષ પ્રફુલભાઈ બરાસરા (ઉ.વ.૨૫) નામના યુવાને કુણાલ ચૌધરી મો.નં. ૯૭૧૩૪ ૮૮૨૩૧, કુલદિપસિંહ મો.નં. ૭૩૮૯૯ ૧૪૭૩૨ તથા બેંક ઈઅગઅછઅ બેન્ક એકાઉન્ટ નં. ૧૧૦૩૨૩૭૭૫૬૩૬, ઇઅગઉઇંઅગ બેન્ક એકાઉન્ટ નં. ૨૦૨૦૦૧૫૦૦૪૬૨૬૨, ઇઅગઉઇંઅગ બેન્ક એકાઉન્ટ નં. ૨૦૨૦૦૧૫૦૩૧૨૮૮૮ અને ઇઅગઊં ઘઋ ખઅઇંઅછઅજઇં્વઅ બેન્ક એકાઉન્ટ નં. ૬૦૫૮૬૨૪૪૨૧૬ ના ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. ૦૨-૦૮-૨૬ થી તા. ૦૬-૦૮-૨૬ સુધીના સમયમાં આરોપીઓએ કાવતરું રચીને બંને આરોપીઓએ આર્મીમેનના ખોટા નામો ધારણ કરી ફરિયાદી યુવાનને પેઢીના ફોન નંબર ઇન્ડિયા માર્ટ નામની વેબ્સાઈટ પરથી મેળવી ઇન્ડિયન આર્મી કેન્ટમાં વેન્ડર સીસ્ટમના નામે અલગ અલગ બેંક ખાતામાં અલગ અલગ ટ્રાન્જેક્શન કરાવી કુલ રૂ ૧૨,૪૨,૧૮૪ ની ઠગાઈ કરી હતી મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

