Jamnagar તા.23
જામનગર તાલુકાના ફલ્લા ગામે આજે સબ પોસ્ટ ઓફીસનું લોકાર્પણ જામનગર દેવભૂમિ દ્વારકા જીલ્લાના સાંસદ પુનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું.
જે સુવિધા પોસ્ટ ઓફીસમાં મળે છે તેવી સંપૂર્ણ સુવિધા આ ફલ્લાની સબ પોસ્ટ ઓફીસમાં મળશે. ફલ્લા તથા નજીકના ગામોના લોકોને સુવિધા મળશે. જેને તાલુકા મથક સુધી જવું નહી પડે.
આ પ્રસંગે જામનગર ડીવીઝન સુપ્રિટેન્ડન્ટ અભીજીતસિંહ, ઈન્સ્પેકટર મુકેશભાઈ સીંધીવ, પોસ્ટ માસ્તર ધીમંત શેઠ, ફલ્લા ગામના સરપંચ કમલેશભાઈ ધમસાણીયા, ઉપ સરપંચ કોમલબેન દલસાણીયા, રાજદીપદાન ગઢવી, કુમારપાળસિંહ રાણા, મેઘજીભાઈ ચાવડા, ધારાસભ્ય મહેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત સદસ્ય, ગ્રામ પંચાયતના સદસ્ય, ફલ્લાના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

