ફિલ્મ સ્પાઇડર-મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે એ વિશ્વભરમાં ૨૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી
mumbai, તા.૨૨
બોલીવૂડ હોય કે હોલીવુડ, કોની કેટલી કમાણી છે અને કઇ ફિલ્મે કેટલી કમાણી કરી એના માપદંડ પર જ સઘળાં મૂલ્યાંકનો થતાં હોય છે, બાકી સ્ટારડમ તો ગ્લેમર ચમકાવવાનો જ માયનો છે. એક એવો હીરો હમણાં વૈશ્વિક ક્ષિતિજે ચમક્યો છે, જેણે ટૂંકા ગાળામાં ઢગલો નાણાં કમાઇ લીધાં છે. ૩૦ વર્ષની ઉંમરે, ટોમ હોલેન્ડે એવી સિદ્ધિ મેળવી છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. તે પોતાની કારકિર્દીમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો સાથે અભિનેતાઓની યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે.સ્પાઈડર-મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે ૨૦૨૬ ની રેકોર્ડબ્રેક ફિલ્મ સાબિત થઈ છે. તે વિશ્વની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. તેના અભિનેતા ટોમ હોલેન્ડે પણ પોતાના માટે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. અસંખ્ય સુપરહીરો ફિલ્મોમાં કામ કરી ચૂકેલો હોલીવુડ અભિનેતા હવે વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોની યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે. તેણે ટોમ ક્રૂઝ, રોબર્ટ ડાઉની જુનિયર અને બ્રેડ પિટ સહિત ઘણાં બધાં મોટાં નામોને પાછળ છોડીને આ સિદ્ધિ મેળવી છે.
હવે ટોમ હોલેન્ડ કુલ કારકિર્દી કલેક્શનના સંદર્ભમાં ટોચનું સ્થાન ધરાવે છે.ટોમ હોલેન્ડે આ સફળતા ફિલ્મ સ્પાઇડર-મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે સાથે મેળવી છે. આ ફિલ્મે વિશ્વભરમાં ૨૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. વિશ્વસિનેમાના ઇતિહાસમાં એ ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. ફિલ્મના મુખ્ય હીરોએ એક એવો રેકોર્ડ હાંસલ કર્યો છે જે પહેલાં કોઈ અન્ય અભિનેતાએ હાંસલ કર્યો નથી.ટોમ હોલેન્ડે ૩૦ વર્ષની ઉંમરે એવું પ્રાપ્ત કર્યું છે જે ઇતિહાસમાં કોઈ અન્ય અભિનેતાએ પ્રાપ્ત કર્યું નથી. ટોમ હોલેન્ડ ફિલ્મ આધારિત કમાણીની દૃષ્ટિએ સૌથી વધુ કમાણી કરનાર બન્યો છે. ટોમ હોલેન્ડની ફિલ્મોનું કુલ કલેક્શન સત્તાવાર રીતે વિશ્વભરમાં ઇં૧૫.૫ બિલિયન સુધી પહોંચી ગયું છે. આનો અર્થ એ થયો કે, ભારતીય ચલણમાં, તેની ફિલ્મોએ વિશ્વભરમાં કુલ ૧.૪૮ લાખ કરોડની કમાણી કરી છે. તેણે સ્પાઇડર-મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે, ધ ઓડિસી, સ્પાઇડર-મેનઃ નો વે હોમ, એવેન્જર્સઃ એન્ડગેમ અને એવેન્જર્સઃ ઇન્ફિનિટી વોર જેવી ફિલ્મો દ્વારા આ સિદ્ધિ મેળવી છે.આ ફિલ્મોએ અબજો રૂપિયાની કમાણી કરી છે અને વિશ્વભરમાં સારી રીતે પ્રશંસા મેળવી છે. ટોમ હોલેન્ડે આ બધી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી છે.
આટલી નાની ઉંમરે સફળતાની ઊંચાઈએ પહોંચ્યો છે. ટોમ હોલેન્ડે કમાણી કરવામાં ખૂબ જ ટૂંકા ગાળામાં ઘણા કલાકારોને પાછળ છોડી દીધા છે. ઇં૧૫.૫૦ બિલિયનની કમાણી સાથે તેણે અવતાર અભિનેત્રી ઝો સલ્ડાનાનો રેકોર્ડ તોડ્યો છે, જેણે ઇં૧૫.૪૭ બિલિયનની કમાણી કરી હતી. હવે એ બીજા સ્થાને આવી ગઈ છે. સ્કારલેટ જોહાનસન, ઇં૧૫.૪૦ બિલિયન અથવા આશરે ૧૪૭ લાખ કરોડની કુલ ફિલ્મ કમાણી સાથે ત્રીજા સ્થાને છે.ટોમ હોલેન્ડે ટૂંકા ગાળામાં જ મોટી ઊંચાઈઓ હાંસલ કરી છે. એ ૧૬ વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં છે. પોતાની કારકિર્દીમાં ધ ઇમ્પોસિબલ, હાઉ આઈ લીવ નાઉ, કેપ્ટન અમેરિકન સિવિલ વોર, મોનસ્ટર્સ કોલ, સ્પાઇડર-મેનઃ હોમકમિંગ, એવેન્જર્સઃ ઇન્ફિનિટી વોર, એવેન્જર્સઃ એન્ડગેમ, સ્પાઇડર-મેનઃ ફાર ળોમ હોમ, ધ ડેવિલ ઓલ ધ ટાઇમ, સ્પાઇડર-મેનઃ નો વે હોમ, અનચાર્ટેડ, ધ ઓડિસી અને સ્પાઇડર-મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે જેવી ફિલ્મોમાં દેખાયો છે. આજે એને વિશ્વના સૌથી સફળ અભિનેતાઓમાંના એક ગણવામાં આવે છે.

