(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૨ઃ
ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયશીપ ૨૦૨૬, સબ જુનીયર, કેડેટ અને જુનીયર કરાટેની સ્પર્ધાનું આયોજન કરાટે ફેડરેશન ઓફ ગુજરાત દ્વારા કરાતા ૧૬૦૦ ખેલાડીએ ભાગ લીધો હતો, જામનગર લાયન્સ કરાટે કલબની ખેલાડી માયરા જેમ્સ મસીહ અંડર ૦૭ , વજન કેટેગરી ૨૦, કાતા અને ફાઈટની સ્પર્ધા ભાગ લીધો હતો અને કાતામા ૧ નંબર ગોલ્ડ મેડલ અને ફાઈટમા ૧ નંબર સાથે ગોલ્ડમેડલ મેળવી સમગ્ર જામનગરનું ગૌરવ વધાર્યું હતું, તે હવે કરાટેની નેશનલ ટૂર્નામેન્ટમાં દહેરાદૂન ખાતે ભાગ લઈ ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરનાર છે.

