Veraval, તા. 24
વેરાવળ શહેરમાં દરિયાઈ માર્ગે આવેલ વિદેશી દારૂની કાચ તથા પ્લાસ્ટીકની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 17,594 કીં.રૂા.48 લાખ 71 હજાર 300ની સાથે 13 જેટલાની અટક કરેલ જયારે બોટનો ટંડેલ તેમજ દારૂ મગાવનાર બુટલેગરો નાસી છુટ્યા તેમને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. વેરાવળ બંદરના નલિયા ગોદી વિસ્તારમાં રાત્રીના અંદાજે ત્રણ વાગ્યા આસપાસ સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમે દરોડો પાડ્યો હતો.
તેની ફરિયાદ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ના પો. હેડ કો. મયુરકુમાર રતિલાલ કોરડીયાએ વેરાવળ પોલીસમાં નોંધાવેલ જેમાં 13 આરોપીઓએ પોતાના કબજા હવાલાવાળી બોટ રામ સાગર – 4 (IND-GJ-21-MM-82) નંબર વાળી લાકડાની ફીસીંગ બોટ રૂા.20 લાખમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની તથા પ્લાસ્ટિકની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ મળી કુલ બોટલો નંગ 17,594 રૂા.48 લાખ 71 હજાર 300 નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઇલ નંગ 14 રૂા.70 હજાર, રીક્ષા નંગ 2 રૂા.1 લાખ, મોપેડ સ્કુટર નંગ 1 રૂા.50 હજાર મળી કુલ રૂા.70 લાખ 91 હજાર 300 ના મુદ્દામાલ સાથે બે સગીર સહીત 13 ને મળી આવેલ છે .
જયારે હજુ બોટનો ટંડેલ (ચાલક) ધમો પટેલ રહે મોગરાવાડી યાર્ડ ની બાજુમાં વલસાડ દરોડા દરમ્યાન નાસી ગયેલ તથા નીકુંજ રહે.નાની દમણ વાળાએ આ દારૂનો જથ્થો દમણથી બોટમાં ભરાવી વેરાવળ મોકલેલ અને વીજ્ય દેગણ ભાઈ પરમાર રહે ઉના તેમજ રવિ ધનશ્યામસિંહ રાઠોડ રહે. ઉના, લખું મનુભાઈ ગોહિલ રહે ઉના વાળા ઓએ દમણ ખાતે દારૂનું મોટા પાયે લાઈન ચલાવી જીગ્નેશ ઉર્ફે જેક મહેશભાઇ ચોમલ રહે વેરાવળ તથા મુસ્તાક ઉર્ફે બાટુ નુરમહમદ ચૌહાણ રહે વેરાવળ વાળા ઓ આ દારૂનો જથ્થો મંગાવી એક અજાણ્યો માણસ (મેતાજી) ને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ છે.

