Prabhaspatan, તા.6
સમગ્ર દેશના દરિયાઈ બંદરો 5 એપ્રિલે રાષ્ટ્રીય વહાણવટા દિવસ ઉજવી રહ્યુ છે ત્યારે અતીત ના એ કાલખંડમાં ડૂબકી લગાવીએ. ભારતના પહેલા શિપે 1919 માં મુંબઈથી લંડન વિદેશાગમન કર્યુ હતુ.
સોમનાથ મહાભારતકાળથી પ્રસિધ્ધ બંદર હતુ, તેનો ઈતિહાસવિદ્દ ડો. ગિરીશ ઠાકર કહે છે હજારો વર્ષ પૂર્વેથી પરમ વઉભવનો સાગર અહી ઉછળતો હતો અને સાગરને રત્નાકર એટલા માટે કહેવાતો કે જગત આખામાંથી વિવિધ પ્રકારના રત્નો લઈ વહાણો અહી લાંગરતા. અરબસ્તાનથી ચીન સુધી રોમ બેબીલોન સહિના દેશ -પરદેશનાં સાગર ખેડૂ વેપારીઓ પોતાનો માલ લઈ અહીની સમૃધ્ધિમાં વધારો કરતા. વેરાવળ સી.આઈ.એફ.ટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. આશીષકુકમાર ઝા અને વૈજ્ઞાનિક ચિન્નદૂરઈ એસ કહે છે કે અમારી પાસે પ્રાચીન સમયના વહાણોના મોડલોનું અનોખુ સંગ્રહાલય છે. જેમા વહાણો ઉપરાંત જે તે કાળમા વપરાતા અન્ય ઉપકરણોની મોડલ સ્વરૂપે ઝાંખી કરાવેલ છે.
તેઓ વધુમાં કહે છે ભારતનું પહેલુ શીપ 1919માં મુંબઈથી લંડન વિદેશાગમન કર્યું હતુ. તેની સ્મૃતિમાં 5 એપ્રિલની તારીખ વર્ષ 1919 હતુ. જેની સ્મૃતિરૂપે 1964થી રાષ્ટ્રીય વહાણવટા દિવસ ઉજવાય છે. વેરાવળ બંદરથી 13મી-14મી સદીમા પણ હતુ. અને ડીપ સી ફિશિંગ સહિતની ટેકનોલોજીથી વિકસિત કરાઈ.
ઉજવણી
સોમનાથ-વેરાવળ ખાતે આજરોજ રાષ્ટ્રીય વહાણવટા દિવસની આન-બાન અને શાનથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વેરાવળ બંદર ખાતે ગુજરાત મેરી ટાઈમ બોર્ડના વેરાવળના પોટેઓફિસ હિરેન સોંદરવાના અધ્યક્ષ સ્થાને મેરીટાઇમ બોર્ડ વ્રજવંદન કરવામાં આવ્યું હતું જેમાં આ વર્ષના મે માસમાં વય મર્યાદા સેવા નિવૃત્ત થતા વંદનના પટાવાળા સતાર ગુલામ હુસેન બીલીમના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું
જે કાર્યક્રમમાં પોર્ટઓફિસર હિરેન સોંદરવા સ્ટાફ તથા બંદર સુરક્ષા જવાનો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજ ને સલામી આપી હતી કાર્યક્રમને અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સમાપ્ત થયો હતો આજના પ્રસંગે દાંડીયા-રાસ સહિત વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા પોર્ટ ઓફિસર હિરેન સોંદરવાએ મેરી ટાઈમ દિવસ નું મહત્વ અને તે સંબંધિત પ્રાસંગિક સંબોધન કર્યું હતું.

