Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    લઠ્ઠાકાંડનો ભોગ બનેલો Surat નો યુવક બ્રેઇન ડેડ

    August 21, 2026

    Vibrant Gujarat 2027 પૂર્વે વિદેશી રોકાણકારો સાથે વન ટુ વન બેઠકોનો દોર

    August 21, 2026

    Ahmedabad: પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનું મોટું રેકેટ ઝડપાયું

    August 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • લઠ્ઠાકાંડનો ભોગ બનેલો Surat નો યુવક બ્રેઇન ડેડ
    • Vibrant Gujarat 2027 પૂર્વે વિદેશી રોકાણકારો સાથે વન ટુ વન બેઠકોનો દોર
    • Ahmedabad: પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનું મોટું રેકેટ ઝડપાયું
    • Junagadh; દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશતનો માહોલ
    • Gujarat માં કોંગ્રેસને બેઠું કરવા દિલ્હીથી ઘડાઈ નવી બ્લ્યૂ પ્રિન્ટ
    • ૨૩ ઓગસ્ટે યોજાશે PSI- હેડ કોન્સ્ટેબલની પરીક્ષા
    • Vadodara સયાજી હોસ્પિટલમાં નવી ટોકન સિસ્ટમ બની માથાનો દુઃખાવો
    • 22 ઓગસ્ટનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat માં કોંગ્રેસને બેઠું કરવા દિલ્હીથી ઘડાઈ નવી બ્લ્યૂ પ્રિન્ટ
    ગુજરાત

    Gujarat માં કોંગ્રેસને બેઠું કરવા દિલ્હીથી ઘડાઈ નવી બ્લ્યૂ પ્રિન્ટ

    Vikram RavalBy Vikram RavalAugust 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કોંગ્રેસને શાનદાર વિજય અપાવનાર માસ્ટરમાઇન્ડ અને ચૂંટણી રણનીતિકાર સુનિલ કાનુગોલુને હવે ગુજરાત કોંગ્રેસની જવાબદારી

    Gandhinagar, તા.૨૧

    ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસને પુનઃ જીવિત કરવા માટે એક નવી બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે અત્યારથી જ આગોતરું આયોજન શરૂ કરી દીધું છે અને મિશન ગુજરાત હેઠળ પાર્ટી સંપૂર્ણપણે ઇલેક્શન મોડમાં આવી ગઈ છે. ખાસ કરીને, કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસને ભવ્ય વિજય અપાવનાર માસ્ટર માઈન્ડ અને પ્રખ્યાત ઇલેક્શન સ્ટ્રેટેજિસ્ટ સુનિલ કાનુગોલુને હવે ગુજરાત કોંગ્રેસની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

    તેમની એન્ટ્રી સાથે જ પાર્ટીમાં નવો પ્રાણ ફૂંકાયો છે અને પ્રદેશના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણીમાં મજબૂત પકડ બનાવવાના ભાગરૂપે ટૂંક જ સમયમાં સમગ્ર પ્રદેશ માળખાને નવો ઓપ આપવામાં આવશે. આ ઉપરાંત, ૫૦ જેટલા સંભવિત ઉમેદવારોને એક ચોક્કસ રોડમેપ આપીને તેમને અત્યારથી જ ગ્રાઉન્ડ લેવલ પર સક્રિય કરવાની રણનીતિ પણ ઘડી કાઢવામાં આવી છે. ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે હાઇકમાન્ડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખાને નવો ઓપ આપવા જઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાલુ ઑગસ્ટ મહિનાના અંત સુધીમાં જ સંગઠનમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. કાર્યકારી અધ્યક્ષથી લઈને વિવિધ મોરચાના અધ્યક્ષ પદે નવા અને સક્રિય ચહેરાઓની નિમણૂક કરવામાં આવશે. માત્ર હોદ્દા ભોગવતા અને નિષ્ક્રિય નેતાઓને પડતા મૂકીને પક્ષને વફાદાર અને જમીન સાથે જોડાયેલા સંનિષ્ઠ કાર્યકરોને સંગઠનમાં તક આપવામાં આવશે.

    આ વખતે કોંગ્રેસ છેલ્લી ઘડીએ ટિકિટ વહેંચવાની પોતાની જૂની ભૂલનું પુનરાવર્તન કરવા માંગતી નથી. દિલ્હીથી મળતા સંકેતો મુજબ, ૨૦૧૭ અને ૨૦૨૨ની ચૂંટણીના પ્રદર્શનના આધારે પક્ષના મજબૂત એવા ૫૦ સક્ષમ અને સંભવિત ઉમેદવારોને અત્યારથી જ ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરવા ખાનગીમાં સૂચના આપી દેવાશે. આ ઉમેદવારોને જીત માટેનો એક ચોક્કસ રોડમેપ આપવામાં આવશે, જેના આધારે તેમણે તૈયારી કરવાની રહેશે. હાઈકમાન્ડ આ તમામ ઉમેદવારોની કામગીરી પર સીધી વોચ રાખશે.

    બીજી તરફ, ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં આંતરિક ખેંચતાણને કારણે અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસ હજુ વિપક્ષના નેતા નક્કી કરી શકી નથી. જોકે, ચાલુ માસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતાનું નામ ફાઈનલ થઈ જવાની શક્યતા છે. અમદાવાદમાં વિપક્ષના નેતા તરીકે નિરવ બક્ષીનું નામ લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે. અમદાવાદ શહેરના કોંગ્રેસના ધારાસભ્યો પણ આ જ મત ધરાવતા હોવાથી હવે માત્ર સત્તાવાર જાહેરાતની જ ઔપચારિકતા બાકી છે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article૨૩ ઓગસ્ટે યોજાશે PSI- હેડ કોન્સ્ટેબલની પરીક્ષા
    Next Article Junagadh; દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશતનો માહોલ
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Vibrant Gujarat 2027 પૂર્વે વિદેશી રોકાણકારો સાથે વન ટુ વન બેઠકોનો દોર

    August 21, 2026
    અમદાવાદ

    Ahmedabad: પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનું મોટું રેકેટ ઝડપાયું

    August 21, 2026
    મુખ્ય સમાચાર

    ૨૩ ઓગસ્ટે યોજાશે PSI- હેડ કોન્સ્ટેબલની પરીક્ષા

    August 21, 2026
    વડોદરા

    Vadodara સયાજી હોસ્પિટલમાં નવી ટોકન સિસ્ટમ બની માથાનો દુઃખાવો

    August 21, 2026
    ગુજરાત

    શ્રાવણ માસમાં શ્રધ્ધા સાથે ખીલવાડ ભેળસેળ કરનારાઓની ખેર નહીં રહે

    August 21, 2026
    અમદાવાદ

    ભાવનગર લઠ્ઠાકાંડનો મુદ્દો હાઈકોર્ટમાં,નિવૃત જજ મારફત તપાસ-વળતરની માંગ

    August 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹163,770
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,120
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹247,680
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-08-2026 22:19
    Categories
    Latest News

    લઠ્ઠાકાંડનો ભોગ બનેલો Surat નો યુવક બ્રેઇન ડેડ

    August 21, 2026

    Vibrant Gujarat 2027 પૂર્વે વિદેશી રોકાણકારો સાથે વન ટુ વન બેઠકોનો દોર

    August 21, 2026

    Ahmedabad: પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનું મોટું રેકેટ ઝડપાયું

    August 21, 2026

    Junagadh; દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશતનો માહોલ

    August 21, 2026

    ૨૩ ઓગસ્ટે યોજાશે PSI- હેડ કોન્સ્ટેબલની પરીક્ષા

    August 21, 2026

    Vadodara સયાજી હોસ્પિટલમાં નવી ટોકન સિસ્ટમ બની માથાનો દુઃખાવો

    August 21, 2026
    Search
    Main News

    Vibrant Gujarat 2027 પૂર્વે વિદેશી રોકાણકારો સાથે વન ટુ વન બેઠકોનો દોર

    August 21, 2026

    ૨૩ ઓગસ્ટે યોજાશે PSI- હેડ કોન્સ્ટેબલની પરીક્ષા

    August 21, 2026

    રામમંદિર ટ્રસ્ટ સરકારી નિયમોનું પાલન કરે છેઃ Champat Rai

    August 21, 2026

    ભારતનો આર્થિક વિકાસ દર RBI ના 6.7 ટકાના અંદાજ કરતાં વધી શકે : ડેપ્યુટી ગવર્નર Poonam Gupta

    August 21, 2026

    6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા

    August 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    લઠ્ઠાકાંડનો ભોગ બનેલો Surat નો યુવક બ્રેઇન ડેડ

    August 21, 2026

    Vibrant Gujarat 2027 પૂર્વે વિદેશી રોકાણકારો સાથે વન ટુ વન બેઠકોનો દોર

    August 21, 2026

    Ahmedabad: પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનું મોટું રેકેટ ઝડપાયું

    August 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.