‘ન્યુ યોર્ક પોસ્ટ’ના અહેવાલ મુજબ, તેના ‘કોમ‘ સ્થિત સચિવાલય પર બોંબમારો કરવામાં આવ્યો હતો, જેમાં આઠ લોકો માર્યા ગયા હતા
New York, તા.૨૮
‘ન્યૂયોર્ક પોસ્ટ’ના રિપોર્ટ અનુસાર, ઇરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇને તહેરાનની એક હોસ્પિટલના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ હોસ્પિટલ તે સમયે અમેરિકી અને ઇઝરાયેલી હુમલાનો શિકાર બની હતી. જ્યારે તેમને પહેલા હુમલા બાદ ત્યાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ન્યૂઝ રિપોર્ટ અનુસાર, ઇરાનની ‘ એસેમ્બલી ઓફ એક્સપટ્ર્સ’ના સભ્ય મોહસેન હૈદરીએ કતરી ટેલીવિઝન નેટવર્ક ‘અલ અરબી’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ ખુલાસો કર્યો.
‘ન્યૂયોર્ક પોસ્ટ’ ના અનુસાર, હૈદરીએ કહ્યું , “ઘાયલ થવા અને હોસ્પિટલ લઇ ગયા બાદ પણ તહેરાનના ૩ હોસ્પિટલ પર બોંબમારો કર્યો “ તેમણે વધુમાં કહ્યું , “મોજતબા ખામેનેઇ ત્રીજી હોસ્પિટલમાં હતા અને તેમને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા” ૫૬ વર્ષીય મોજતબા ખામેનેઇ કોઇ અજ્ઞાત જગ્યાએ જતા રહ્યા અને ત્યારથી તેઓ ન તો જાહેરમાં દેખાયા અને ન તેમના વિશે કોઇ ખબર મળીન્યૂઝ રિપોર્ટ મુજબ,હૈદરીએ તે પ્રક્રિયા વિશે પણ વાત કરી, જે હેઠળ ૮ માર્ચે મોજતબા ખામેનેઈને ઈરાનના નવા સુપ્રીમ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે એવું લાગે છે કે મોજતબા ખામેનેઈને ત્યાં સુધી ખબર ન હતી કે તેમની પસંદગી થઈ છે, જ્યાં સુધી ઈરાની સરકારી ટેલિવિઝન પર તેની જાહેરાત) કરવામાં ન આવી.
‘એસેમ્બલી ઓફ એક્સપટ્ર્સ’, જેને ઈરાનનો સુપ્રીમ લીડર પસંદ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે, તેને પણ કથિત રીતે હુમલાઓ દરમિયાન નિશાન બનાવવામાં આવી હતી.‘’ન્યુ યોર્ક પોસ્ટ’ના અહેવાલ મુજબ, તેના ‘કોમ‘ સ્થિત સચિવાલય પર બોંબમારો કરવામાં આવ્યો હતો, જેમાં આઠ લોકો માર્યા ગયા હતા અને નવા સુપ્રીમ લીડરની પસંદગી સંબંધિત અહેવાલો અને ભલામણો નાશ પામી હતી. હૈદરીએ જણાવ્યું કે પસંદગી પ્રક્રિયા માટે એક ગુપ્ત ઓરડામાં બોલાવવામાં આવે તે પહેલાં એસેમ્બલીના સભ્યોએ પોતાના મત કાગળ પર લખ્યા હતા. તેમણે યાદ કરતા જણાવ્યું કે તેઓ પહેલા સભ્ય હતા જેમણે મોજતબા ખામેનેઈનું નામ સૂચવ્યું હતું.મોજતબાને ૫૯માંથી મળ્યા હતા ૫૦ વોટ‘ન્યુ યોર્ક પોસ્ટ’ના અહેવાલ મુજબ, બેઠક દરમિયાન મોજતબા ખામેનેઈને ૫૯માંથી ૫૦ મત મળ્યા, જ્યારે આઠ સભ્યોએ આયાતુલ્લા અલીરેજા અરાફીની તરફેણમાં મત આપ્યો અને એક સભ્યે મતદાન ન કર્યું. ‘ન્યુ યોર્ક પોસ્ટે એમ પણ જણાવ્યું કે અગાઉ થયેલા હુમલાઓ પછી મોજતબા ખામેનેઈની તબિયતને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી. અમેરિકી ગુપ્તચર અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે હુમલાઓમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

