Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બોલરો ચોથી ઇનિંગમાં વિકેટ લેવામાં સફળ થયા હોત, તો તેનો તેમની ટીમને ઘણો ફાયદો થયો હોત,Cummins

    June 15, 2025

    Steve Smith બે આઇસીસી ફાઇનલમાં હારનો સામનો કરનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો

    June 15, 2025

    ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર Josh Hazlewoodનો ફાઇનલ ન હારવાનો રેકોર્ડ આખરે તૂટી ગયો

    June 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બોલરો ચોથી ઇનિંગમાં વિકેટ લેવામાં સફળ થયા હોત, તો તેનો તેમની ટીમને ઘણો ફાયદો થયો હોત,Cummins
    • Steve Smith બે આઇસીસી ફાઇનલમાં હારનો સામનો કરનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો
    • ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર Josh Hazlewoodનો ફાઇનલ ન હારવાનો રેકોર્ડ આખરે તૂટી ગયો
    • બાઉન્ડ્રીની બહાર ગયા પછી, હવામાં કૂદીને બોલને અંદર ફેંકીને પકડે તે કેચ માન્ય ગણાશે નહીં
    • તંત્રી લેખ…વિમાન દુર્ઘટના ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિએ ત્રણ મહિનામાં રિપોર્ટ સુપરત કરવાનો રહેશે
    • ‘મેડે’ ડિસ્ટ્રેસ કોલ: ઉત્પત્તિ, અર્થ અને આધુનિક સુસંગતતા
    • દૈનિક વ્યવહારમાં યોગનું મહત્વ
    • આજનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    Vikram RavalBy Vikram RavalJune 4, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૬.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૭૩૭ સામે ૮૦૭૭૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૭૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૯૯૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૭૫ સામે ૨૪૭૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૩૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૭૨૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    આ વર્ષે સામાન્ય કરતાં સારા ચોમાસાની આગાહી સાથે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. સ્થાનિક સ્તરે ફુગાવાના દરમાં ઘટાડા સાથે છેલ્લા કેટલાક ટ્રેડિંગ સેશન્સ દરમિયાન ચોથા ત્રિમાસિકના કંપનીઓના જાહેર થયેલા પરિણામો અપેક્ષાથી ઉત્તમ આવતા તેમજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટીની ધિરાણ નીતિ સમીક્ષામાં આ વખતે રેપો રેટમાં ૦.૨૫% થી ૦.૫૦%નો ઘટાડો થવાની મૂકાતી ધારણા સાથે સ્થાનિક અને વિદેશી સંસ્થાગત રોકાણકારોની સતત ખરીદીના કારણે ભારતીય શેરબજારમાં પોઝીટીવ અસર જોવા મળી હતી.

    આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અમેરિકન ફેડરલ રિઝર્વ તરફથી દર વર્ષના અંત સુધી વ્યાજ દર ન વધારવાના સંકેતો મળતાં વૈશ્વિક બજારોમાં સકારાત્મક ટ્રેન્ડના કારણે ભારતીય બજારને ટેકો મળ્યો હતો.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર વધતા ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો યથાવત રહ્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવ વધ્યા મથાળે બેતરફી વધઘટે રહ્યા હતા.

    સેક્ટર મુવમેન્ટ…

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી અને બેન્કેકસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૩૩ અને વધનારની સંખ્યા ૨૦૭૧ રહી હતી, ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. ૩.૩૨%, ભારતી એરટેલ ૧.૮૨%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૭૯%, ટેક મહિન્દ્રા ૧.૨૫%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૨૩%, ટાટા મોટર્સ ૦.૯૧%, એચડીએફસી બેન્ક ૦.૮૧, ટાટા સ્ટીલ ૦.૫૪% અને હિન્દુસ્તાન યુનીલીવર ૦.૪૮% વધ્યા હતા, જયારે બજાજ ફિનસર્વ ૧.૬૬%, એકસિસ બેન્ક ૦.૯૦%, ટીસીએસ લિ. ૦.૭૨%, ટાઈટન કંપની લિ. ૦.૬૦%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૪૮%, એચસીએલ ટેકનોલોજી ૦.૪૭%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૪૧% અને એશિયન પેઈન્ટ ૦.૩૦% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય રિઝર્વ બેંક આગામી સમયમાં બેંકિંગ ક્ષેત્રે કેટલાક નિયમોમાં ફેરફાર કરી શકે છે, જેથી વિદેશી રોકાણકારોને ભારતીય બેન્કોમાં વધુ હિસ્સો લેવાની તક મળી શકે. ભારતમાં બેંકિંગ ક્ષેત્રે વિદેશી જાયન્ટો, બેંકિંગ-નાણા સંસ્થાઓ ઝંપલાવવા અને એક્વિઝિશન માટેની હલચલ વધતાં ભારતીય બેંકિંગ નિયામક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બેન્કોની માલિકી સંબંધિત નિયમોને હળવા કરવા પર વિચારણા કરી રહી છે. દેશના ઝડપી વિકસતા અર્થતંત્ર અને ફાઈનાન્શિયલ-બેંકિંગ ક્ષેત્રે તાજેતરના મહિનાઓમાં વિદેશી સાહસિકો એક્વિઝિશન કરવાની તૈયારીમાં છે.

    દેશની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાને લાંબા ગાળા માટે વધુ મૂડીની જરૂર છે. ગત મહિને, રિઝર્વ બેન્કે જાપાનની સુમિટોમો મિત્સુઇ બેંકિંગ કોર્પોરેશનને યસ બેંકમાં ૨૦% હિસ્સો ખરીદવાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત, બે વિદેશી સંસ્થાઓ પણ આઈડીબીઆઈ બેંકમાં હિસ્સો લેવાનો પ્રયાસ કરી રહી છે. આ દર્શાવે છે કે રિઝર્વ બેંક વિદેશી રોકાણના નિયમોને અમુક અંશે હળવા કરવાનું વિચારી રહી છે, કારણ કે ભારતમાં આ નિયમો વિશ્વના મુખ્ય અર્થતંત્રોની તુલનામાં સૌથી કડક છે.

    તા.૦૫.૦૬.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૦૪.૦૬.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૭૨૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૨૫૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૬૭૬ પોઈન્ટ થી ૨૪૬૦૬ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૪૭૪ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૩૩ ) :- ગોદરેજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૮૫ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૨૫૩ થી રૂ.૧૨૬૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૨૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • કોટક મહિન્દ્ર બેન્ક ( ૨૦૫૬ ) :- રૂ.૨૦૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૦૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.૨૦૭૪ થી રૂ.૨૦૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • એચડીએફસી બેન્ક ( ૧૯૪૭ ) :- રૂ.૧૯૨૪ નો પ્રથમ તેમજ રૂ.૧૯૦૯ બીજા સ્ટ્રોંગ સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૯૬૩ થી રૂ.૧૯૭૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ટાટા કેમિકલ્સ ( ૯૧૨ ) :- કોમોડિટી કેમિકલ્સ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૯૨૪ થી રૂ.૯૩૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૯૭૫ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૪૪ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૮૮ થી ૯૯૪ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ઈન્ફોસિસ લિ. ( ૧૫૫૪ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૭૭ આસપાસ વેચવાલી થકી રૂ.૧૫૩૦ થી રૂ.૧૫૧૭ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૯૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • અદાણી પોર્ટ્સ ( ૧૪૩૫ ) :- રૂ.૧૪૭૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૮૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૪૧૪ થી રૂ.૧૪૦૪ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • વોલ્ટાસ લિ. ( ૧૨૨૪ ) :- હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૬૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૦૩ થી રૂ.૧૧૯૦ ના ભાવની આસપાસ રેન્જ બાઉન્ડ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ઓરબિન્દો ફાર્મા ( ૧૧૪૪ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૭૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૨૭ થી રૂ.૧૧૦૮ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • અદાણી ગ્રીન ( ૧૦૧૧ ) :- રૂ.૧૦૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૫૩ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૯૯૪ થી રૂ.૯૮૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 13, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 13, 2025
    વ્યાપાર

    Reliance Industries એશિયન પેઈન્ટ્‌સમાં ૩.૬૪ ટકા હિસ્સો રૂ.૭૭૦૩ કરોડમાં વેચ્યો

    June 13, 2025
    વ્યાપાર

    Vegetable oil ની આયાત મે મહિનામાં સતત ૬ઠ્ઠા મહિને ઘટી

    June 13, 2025
    રાષ્ટ્રીય

    ત્રણ વર્ષથી જુના GST returns ફાઈલ નહી કરી શકાય : નવા નિયમો જુલાઈથી લાગુ

    June 13, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બોલરો ચોથી ઇનિંગમાં વિકેટ લેવામાં સફળ થયા હોત, તો તેનો તેમની ટીમને ઘણો ફાયદો થયો હોત,Cummins

    June 15, 2025

    Steve Smith બે આઇસીસી ફાઇનલમાં હારનો સામનો કરનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો

    June 15, 2025

    ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર Josh Hazlewoodનો ફાઇનલ ન હારવાનો રેકોર્ડ આખરે તૂટી ગયો

    June 15, 2025

    બાઉન્ડ્રીની બહાર ગયા પછી, હવામાં કૂદીને બોલને અંદર ફેંકીને પકડે તે કેચ માન્ય ગણાશે નહીં

    June 15, 2025

    તંત્રી લેખ…વિમાન દુર્ઘટના ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિએ ત્રણ મહિનામાં રિપોર્ટ સુપરત કરવાનો રહેશે

    June 15, 2025

    ‘મેડે’ ડિસ્ટ્રેસ કોલ: ઉત્પત્તિ, અર્થ અને આધુનિક સુસંગતતા

    June 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બોલરો ચોથી ઇનિંગમાં વિકેટ લેવામાં સફળ થયા હોત, તો તેનો તેમની ટીમને ઘણો ફાયદો થયો હોત,Cummins

    June 15, 2025

    Steve Smith બે આઇસીસી ફાઇનલમાં હારનો સામનો કરનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો

    June 15, 2025

    ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર Josh Hazlewoodનો ફાઇનલ ન હારવાનો રેકોર્ડ આખરે તૂટી ગયો

    June 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.