Washington,તા.30
લાંબા યુદ્ધ વિરામ બાદ ફરી એક વખત અમેરિકા-ઈરાન વચ્ચે સતત વધી રહેલા તનાવમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ જળમાર્ગની નાકાબંધી ઉઠાવી લેવાની ઈરાનની માંગ ફગાવતા કહ્યું કે જયાં સુધી ઈરાનના અણુ કાર્યક્રમ અંગે સમજુતી નહી થાય ત્યાં સુધી નાકાબંધી વધુ મજબૂત બની રહેશે.
ટ્રમ્પે એક મુલાકાતમાં જણાવ્યું કે આ નાકાબંધી ઈરાનને તેના અણુ કાર્યક્રમ છોડવા માટે મોટું દબાણ બની રહ્યા છે અને અસરકારક બન્યા છે. બોમ્બમારા કરતા બ્લોકેજ મહત્વનો સાબીત થયા છે અને હવે ઈરાન એક ડુકકરની જેમ ગુંગળામણ અનુભવે છે અને એ સંદેશ છે કે અમેરિકા તેના અંકુશ હળવા કરે તે માટે પહેલા અણુસમજુતી કરવી પડશે.
ઈરાને જો જળમાર્ગની નાકાબંધી ઉઠાવાય તો વાટાઘાટ માટે તૈયાર હોવાનું જાહેર કર્યુ હતું અને અણુ કાર્યક્રમ અંગે પણ બાદમાં વાતચીત થશે તેવુ જારી કર્યુ હતું પણ ટ્રમ્પે તેના નાકાબંધીના નિર્ણયનો બચાવ કરતા યોગ્ય ગણાવ્યુ હતું. તેઓએ કહ્યું કે બ્લોકેજ 100% ફુલપ્રુફ છે એક બોટ પણ જળમાર્ગમાંથી પસાર થશે નહી.
ટ્રમ્પે તે સાથે હવે હોર્મુઝ જળમાર્ગનું નામ બદલી ટ્રમ્પ સ્ટ્રેટ (ટ્રમ્પ જળમાર્ગ) કરી દીધું છે. તેઓએ સોશ્યલ મીડીયા પર એક પોસ્ટને યુઝર્સ ટી-પોસ્ટ કરી છે પણ ઓરીજનલ પોસ્ટ નજરે પડતી નથી. ટ્રમ્પે જે રીતે નાકાબંધી કરી તેની ફરી ક્રુડતેલના ભાવ ઉછળવા લાગ્યા છે.
ટ્રમ્પે કહ્યું કે ઈરાનની સરકાર ભારે દબાણમાં છે. ઈરાનનો ક્રુડતેલ વ્યાપાર પુરી રીતે ઠપ્પ થઈ જાય તેવી સ્થિતિ છે અને તેનું તેલ ઉત્પાદન બંધ કરવાની અને સ્ટોરેજ પણ હવે નહી હોવાની સ્થિતિ આપી છે જેની અસર પુરી દુનિયા પર પડી રહી છે.
અમો નવા શસ્ત્ર સાથે દુશ્મન પર ત્રાટકશુંઃ ઈરાનની વળતી ચેતવણી
આશા છે અમેરિકાને હાર્ટ એટેક આવશે નહીઃ ઈરાની નૌકાદળ વડા
તહેરાનઃ હોર્મુઝ જળમાર્ગની નાકાબંધી નહી ઉઠાવવાની અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી જાહેરાત પર આકરો પ્રતિભાવ આપતા ઈરાને જાહેર કર્યુ છે કે હવે અમો નવા શોનો ઉપયોગ કરશું જેથી અમેરિકાને `હાર્ટ-એટેક’ આવી જશે. ઈરાનના નૌકાદળના કમાન્ડો રીઅર એડમીરલ શાહરામ ઈરાનીએ જણાવ્યું કે અમો નવા શ સાથે બહું જલ્દી દુશ્મન સાથે ટકરાશું અને આ શ તેમની નજીક જ છે.
આશા રાખીએ તેનાથી તેઓને (અમેરિકાને) હાર્ટ એટેક આવશે નહી. તેઓએ આર્થિક નાકાબંધીથી ઈરાનને વાટાઘાટના ટેબલ પર લાવવાની ટ્રમ્પની નીતિ પર મજાક કરતા જો તેઓ માનતા હોય કે પરિણામ મળશે તો તે ખોટા સાબીત થશે.

