Jamnagar તા ૧૧,
મૂળ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ઠોયાણાં ગામના વતની નિતેશ કરસનભાઈ મકવાણા નામના ૨૪ વર્ષના યુવાને જામજોધપુર ના વાડી વિસ્તારમાં આવીને એક ઝાડની ડાળીમાં લટકી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવની જાણ થતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.કે. કંડોરીયા તેમજ રાઇટર સામતભાઈ ચંદ્રાવડીયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે પોલીસે મૃતક યુવાનના પિતા કરસનભાઈ ડાયાભાઈ મકવાણાનું નિવેદન નોંધ્યું હતું.
જેમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન કે જેને પોરબંદરની એક પરણીત મહિલા, કે જેની સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, અને તેણીની સાથે રિલેશનશિપમાં રહેતો હતો. પરંતુ તાજેતરમાં તે પ્રેમિકા પોતાને તરછોડીએ ફરીથી પોતાના પૂર્વપતિ સાથે રહેવા ચાલી ગઈ હતી. તેથી પોતાની પ્રેમિકા ના વિયોગમાં ગળાફાંસો ખાઈ લીધો હોવાનું જણાવ્યું હતું. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.