Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે
    • Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત
    • Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ
    • Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
    • Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી
    • Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
    • Diwali પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર સુધી આગનો કહેરઃ૧૮ લોકોના મોત થયા
    • આંધ્રપ્રદેશ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં NDAનો વિજય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Padikkal or Sarfaraz! ત્રીજો નંબર બની સમસ્યા
    ખેલ જગત

    Padikkal or Sarfaraz! ત્રીજો નંબર બની સમસ્યા

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026Updated:August 11, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 11
    સાઈ સુદર્શન પગનાં અંગૂઠામાં ઈજાના કારણે સમગ્ર ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયાં બાદ ભારતીય પ્લેઇંગ ઈલેવનનું માળખું સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. હવે કેપ્ટન શુભમન ગિલ અને કોચ સામે એક જ મોટો સવાલ છે – ગોલની પડકારજનક ટર્નિંગ પીચ પર ત્રીજા નંબરે દેવદત્ત પડિક્કલને ઉતારવામાં આવે કે પછી સરફરાઝ ખાન પર ભરોસો કરવામાં આવે.

    દેવદત્તનો દાવો મજબૂત
    કર્ણાટકના ડાબોડી બેટ્સમેન દેવદત્ત પડિક્કલનો દાવો મજબૂત છે. શ્રીલંકા ક્રિકેટ-11 સામેની પ્રેક્ટિસ મેચમાં પડિક્કલે તક ઝડપી લીધી. તેણે 164 બોલમાં 142 રનની અણનમ ઇનિંગ રમી. તેણે માત્ર રન જ ન બનાવ્યાં, પરંતુ પરિસ્થિતિ મુજબ ક્રીઝ પર સમય પણ વિતાવ્યો અને સ્પિનરો સામે પોતાની શાનદાર ટેકનિકનું પ્રદર્શન કર્યું.

    પડિક્કલની તરફેણમાં સૌથી મોટી વાત એ છે કે તેનું વર્તમાન ફોર્મ અને પ્રેક્ટિસ મેચમાં શ્રીલંકાની પરિસ્થિતિઓ અનુસાર પોતાને ઢાળી લેવું. આ ઉપરાંત, ટોપ ઓર્ડરમાં જમણાં અને ડાબોડીનું સંયોજન જાળવી રાખવાની દ્રષ્ટિએ પણ પડિક્કલ પ્રથમ પસંદગી દેખાય છે.

    સરફરાઝની સ્પિન પર પકડ
    બીજી તરફ, સાઈ સુદર્શનના વિકલ્પ તરીકે ટીમમાં સામેલ કરાયેલાં સરફરાઝ ખાનનો ઘરેલું ક્રિકેટ અને લાલ બોલના ફોર્મેટમાં રેકોર્ડ ખૂબ જ પ્રભાવશાળી રહ્યો છે. ખાસ કરીને એશિયાઈ પીચો પર સ્પિન બોલિંગ સામે તેનું ફૂટવર્ક અને સ્વીપ શૉટ રમવાની ક્ષમતા તેને કોઈપણ બોલિંગ આક્રમણ સામે ખતરનાક બનાવે છે.

    ગોલનું મેદાન ઐતિહાસિક રીતે સ્પિનનો ગઢ માનવામાં આવે છે, જ્યાં રમત આગળ વધવાની સાથે બોલ ખૂબ સ્પિન થાય છે. આવી પરિસ્થિતિમાં સરફરાઝનો અનુભવ અને આક્રમક વલણ ભારતનાં મધ્યક્રમને મજબૂતી આપી શકે છે. સરફરાઝ પાસે સ્વીપ અને રિવર્સ સ્વીપ જેવા શૉટ્સ પણ છે. એવામાં 15 ઓગસ્ટે ગોલ ટેસ્ટમાં તેની પ્લેઇંગ ઇલેવનમાં વાપસી સંભવ છે.

    બીજા પણ ઘણાં પડકાર 

    ♦ કેપ્ટન ગિલની પરીક્ષા : આંગળીની ઈજામાંથી ઉગર્યા બાદ કેપ્ટન શુભમન ગિલે પ્રેક્ટિસ મેચમાં 44 રન બનાવીને પોતાની ફિટનેસ સાબિત કરી દીધી છે. પૂર્ણકાલીન     ટેસ્ટ કેપ્ટન તરીકે વિદેશમાં તેની આ પ્રથમ WTC શ્રેણી છે.
    ♦ બુમરાહ વિના બોલિંગ પર દબાણ : જસપ્રીત બુમરાહ શ્રેણીમાંથી બહાર રહેવાથી શ્રીલંકાનાં બેટ્સમેનોને રાહત મળશે. મોહમ્મદ સિરાજની આગેવાની હેઠળ ભારતનાં યુવા પેસ એટેકે વધારાની જવાબદારી નિભાવવી પડશે.
    ♦ ટેસ્ટમાં ટૉસ જ હશે બોસ! : ગોલમાં રમાયેલી 49 ટેસ્ટ મેચોમાં પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 375 રન છે, જે ચોથી ઇનિંગ્સમાં ઘટીને માત્ર 154 રન રહી જાય છે. એનો અર્થ એ થયો કે અહીં ટૉસ જીતવો એ અડધી મેચ જીતવા સમાન હશે.
    ♦ જડેજા-કુલદીપ પર નજર : પ્રેક્ટિસ મેચમાં બેટ (63 રન) અને બોલ (4 વિકેટ) બંને વડે શાનદાર પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જડેજા અને ચાઇનામેન બોલર કુલદીપ યાદવની જોડી ભારતનું મુખ્ય હથિયાર બનશે.
    ♦ WTCનું ગણિત : ભારત હાલમાં 48.15 ટકાવારી સાથે 5મા સ્થાને છે. ગોલમાં 2-0થી જીત ભારતની જીત ટકાવારી વધારીને 57.6 ટકા કરી દેશે, જેનાથી ટીમનો ટોપ-2માં પહોંચવાનો દાવો મજબૂત થશે.

    મુંબઈમાં વરસાદ તો કશ્મીરમાં કર્યો અભ્યાસ, દોઢ વર્ષમાં 17 કિલો વજન પણ ઘટાડ્યું
    સરફરાઝ ખાને છેલ્લાં દોઢ વર્ષમાં 17 કિલો વજન ઓછું કર્યું છે. 28 વર્ષીય બેટ્સમેને મુંબઈમાં વરસાદના કારણે કશ્મીર જઈને શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં કલાકો સુધી પ્રેક્ટિસ કરી. 2024માં ન્યુઝીલેન્ડ સામે ચાર ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યાં બાદ ટીમમાંથી બહાર કરાયેલા સરફરાઝે આ પછી ઇન્ડિયા ‘એ’ માટે પણ સારું પ્રદર્શન કર્યું.

    તેણે ઇન્ટ્રા-સ્ક્વોડ મેચમાં સદી અને ઇંગ્લેન્ડ લાયન્સ સામે 92 રન બનાવ્યાં. સુદર્શનની ઈજા બાદ પસંદગી માટે તેની સાથે ઋતુરાજ ગાયકવાડ અને શેખ રશીદના નામ પણ હતાં, પરંતુ સ્પિન રમવાની તેની ક્ષમતા તેને સરસાઈ આપી શકે છે.

    Padikkal or Sarfaraz
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSourav Ganguly અને તેની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ
    Next Article ગ્રાહકોને ફ્રોડથી બચાવવા TRAIએ વીજળી, ગેસ, કુરિયર કંપનીઓ માટે શરૂ કરી `1601′ નંબરની સિરીઝ
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    ભારત સામેની ODI સિરીઝમાં ન્યૂઝીલેન્ડને બેવડો ફટકો પડ્યો

    November 9, 2026
    ખેલ જગત

    પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; New Zealandને ૫ વિકેટે હરાવ્યું

    November 4, 2026
    ખેલ જગત

    જ્યારે હું સવારે ઉઠું છું, ત્યારે મને આશ્ચર્ય થાય છે કે હું આટલી મહેનત કેમ કરું છું: Sarfaraz Khan

    November 3, 2026
    ખેલ જગત

    Fakhar Zaman Kumar સંગાકારાની સદીની બરાબરી કરે છે, વિરાટ કોહલી યાદીમાં પ્રથમ સ્થાને

    November 1, 2026
    ખેલ જગત

    Vaibhav Suryavanshi ટીમમાં પોતાનું સ્થાન સુરક્ષિત રાખવા માટે પોતાની બોલિંગ કુશળતા પર કામ કરી રહ્યો છે: બોલિંગ કોચે ખુલાસો કર્યો

    October 31, 2026
    ખેલ જગત

    Axar Patelનો ટી ૨૦ ક્રિકેટમાં ઐતિહાસિક બેવડો રેકોર્ડ, સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર બન્યો

    October 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹121,792
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹111,562
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹155,666
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-11-2026 00:55
    Categories
    Latest News

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026

    Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

    November 9, 2026

    Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી

    November 9, 2026

    Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

    November 9, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.