Islamabad,તા.૧૯
મેચ ગમે ત્યાં રમાય, ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા એક અલગ પ્રકારનો ઉત્સાહ રહે છે. જો કે, આ વખતે મેદાન પર કંઈક એવું બન્યું છે જેના કારણે પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. આંતરરાષ્ટ્રીય પાકિસ્તાની કબડ્ડી ખેલાડી ઉબૈદુલ્લાહ રાજપૂત, જે પોતાના દેશમાં ખૂબ જ લોકપ્રિય છે, તેને શિસ્તભંગની કાર્યવાહીનો ભય છે. આ પાછળનું મુખ્ય કારણ ૧૬ ડિસેમ્બરે બહેરીનમાં આયોજિત એક ખાનગી ટુર્નામેન્ટમાં ભારતીય જર્સી પહેરીને ભારતીય ધ્વજ લહેરાવતો વીડિયો અને ફોટો સામે આવ્યો છે.
ઉબૈદુલ્લાહ રાજપૂતનો વીડિયો અને ફોટા વાયરલ થયા પછી, પાકિસ્તાન કબડ્ડી ફેડરેશનના સચિવ રાણા સરવરે ૨૭ ડિસેમ્બરે આ બાબતે ચર્ચા કરવા માટે કટોકટી બેઠક બોલાવી છે. ઉબૈદુલ્લાહ રાજપૂત ઉપરાંત, પાકિસ્તાની કબડ્ડી ટીમના ઘણા અન્ય ખેલાડીઓએ પણ બહેરીનમાં ય્ઝ્રઝ્ર ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, અને તેઓ પણ હવે શિસ્તભંગની કાર્યવાહીના ભયનો સામનો કરી રહ્યા છે. પીકેએફના સેક્રેટરી રાણા સરવરે આ બાબતે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, “હું પુષ્ટિ કરી શકું છું કે આ એક ખાનગી ટુર્નામેન્ટ હતી જેમાં આયોજકોએ ભારત, પાકિસ્તાન, કેનેડા, ઈરાન વગેરે નામો સાથે ખાનગી ટીમો બનાવી હતી. જોકે, બધી ટીમોમાં પોતપોતાના દેશોના ખેલાડીઓ હતા. ભારતીય ખેલાડીઓ એક ખાનગી ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતા હતા, અને ઉબૈદુલ્લાહ તેમના માટે રમ્યા હતા, જેને અમે બિલકુલ સ્વીકારી શકતા નથી.”
બહેરીનમાં આ ખાનગી ટુર્નામેન્ટમાં ઉબૈદુલ્લાહ રાજપૂતના વીડિયો અને ફોટા સામે આવ્યા પછી, તેમણે માફી માંગી અને સ્પષ્ટતા કરી કે તેમને બહેરીનમાં આ ટુર્નામેન્ટમાં રમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમને એક ખાનગી ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. મને પછીથી ખબર પડી કે તેઓએ મને જે ટીમમાં સામેલ કર્યો હતો તેનું નામ ભારતીય ટીમ હતું. મેં આયોજકોને ભારત અને પાકિસ્તાનના નામનો ઉપયોગ ન કરવા કહ્યું હતું.

