Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    52 બર્થના કોચમાં મુસાફરને મળી 54 નંબરની સીટ! રેલવેએ અસ્તિત્વમાં જ ન હોય તેવી બર્થ ફાળવી

    November 27, 2026

    Gujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો

    November 27, 2026

    CM બાદ નાયબ મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ આદિવાસી જીલ્લાઓના પ્રવાસે

    November 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 52 બર્થના કોચમાં મુસાફરને મળી 54 નંબરની સીટ! રેલવેએ અસ્તિત્વમાં જ ન હોય તેવી બર્થ ફાળવી
    • Gujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો
    • CM બાદ નાયબ મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ આદિવાસી જીલ્લાઓના પ્રવાસે
    • ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી
    • Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ
    • Rising Stars Asia Cup: સેમિફાઈનલમાં શ્રીલંકા ‘એ’ સામે હારીને ભારત ‘એ’
    • New Zealand પ્રવાસમાં ટોસનો અનોખો સંયોગ : 12માંથી 10 ટોસ જીતીને ભારતે રચ્યો વિક્રમ
    • Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»52 બર્થના કોચમાં મુસાફરને મળી 54 નંબરની સીટ! રેલવેએ અસ્તિત્વમાં જ ન હોય તેવી બર્થ ફાળવી
    રાષ્ટ્રીય

    52 બર્થના કોચમાં મુસાફરને મળી 54 નંબરની સીટ! રેલવેએ અસ્તિત્વમાં જ ન હોય તેવી બર્થ ફાળવી

    Vikram RavalBy Vikram RavalNovember 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 27
    ભારતમાં ક્નફર્મ ટ્રેન ટિકિટ મેળવવી એ મોટો સંઘર્ષ છે, પરંતુ ઈશાન બાજપાઈ નામના મુસાફર માટે અસલી મુશ્કેલી ક્નફર્મ ટિકિટ મળ્યા બાદ શરૂ થઈ. 22 નવેમ્બરની રાત્રે આશરે 10ઃ45 વાગ્યે તેઓ વારાણસી સિટી-નેપાળગંજ રોડ એક્સપ્રેસ ટ્રેન નં. 15132ના AC 2-ટાયર કોચ (A1)માં મુસાફરી કરવા ચઢ્યા હતા.

    તેમની ટિકિટ પર CNF/A1/54/SU એટલે કે સાઇડ-અપર 54 નંબરની બર્થ ક્નફર્મ હતી, પરંતુ કોચમાં તપાસ કરતા જાણવા મળ્યું કે તેમાં માત્ર 52 બર્થ જ છે. બાજપાઈએ આ અંગે રેલવે હેલ્પલાઇન 139 અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર વીડિયો શેર કરીને ફરિયાદ નોંધાવી હતી.

    આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતા પૂર્વોત્તર રેલવેના વારાણસી ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (Sr DCM)એ સ્પષ્ટતા કરી કે, સોફ્ટવેરમાં ખામી સર્જાવાને કારણે આ ભૂલ થઈ હતી.

    તેમના જણાવ્યા અનુસાર, માત્ર બાજપાઈ જ નહીં પરંતુ અન્ય એક મુસાફરને પણ આ જ રીતે અસ્તિત્વમાં ન હોય તેવી બર્થ ફાળવાઈ હતી. જોકે, ફરિયાદ મળતાની સાથે જ બંને મુસાફરોને તે જ કોચમાં વૈકલ્પિક બર્થની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી અને ટેકનિકલ ખામી સુધારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

    આ પ્રકારની ભૂલ પાછળ રેલવે કોચની અલગ-અલગ બનાવટ જવાબદાર છે. ભારતીય રેલવેના જૂના ICF AC 2-ટાયર કોચમાં સામાન્ય રીતે 46 બર્થ હોય છે, જ્યારે નવા LHB કોચમાં 52 અથવા 54 બર્થની ક્ષમતા હોય છે.

    આધુનિક 52 બર્થ ધરાવતા LHB કોચમાં વધારાની 2 બર્થની જગ્યાએ મુસાફરો માટે ચાદર, ધાબળા અને ઓશિકા રાખવા માટે સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ બનાવવામાં આવ્યું છે. આમ, એક જ શ્રેણીના કોચમાં બે અલગ-અલગ ક્ષમતા ધરાવતા ડબ્બા કાર્યરત છે.

    રેલવેની કોમ્પ્યુટરાઈઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) તેના ડેટાબેઝમાં નોંધાયેલી સીટોની સંખ્યાના આધારે ટિકિટ ફાળવે છે. જ્યારે મેઇન્ટેનન્સ કે અન્ય કારણોસર 54 બર્થવાળા કોચને બદલે 52 બર્થવાળો કોચ ટ્રેનમાં જોડવામાં આવે અને સિસ્ટમમાં તેનો ડેટા અપડેટ ન થાય, ત્યારે સોફ્ટવેર 53 અને 54 નંબરની બર્થને ખાલી ગણીને બુક કરી દે છે.

    Computerized Passenger Reservation System railways
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી

    November 27, 2026
    રાષ્ટ્રીય

    GST રજીસ્ટ્રેશન હવે સરળતાથી રદ થઈ શકશે

    November 27, 2026
    મુખ્ય સમાચાર

    USથી ડિપોર્ટ થતાં ભારતીયોની સંખ્યામાં એક વર્ષમાં મોટો ઘટાડો

    November 27, 2026
    રાષ્ટ્રીય

    ભાજપનું ’Seva Doot Campaign’ ૧ ડિસેમ્બરથી શરૂ, નેતાઓ ૨૫ દિવસ માટે ગામડાઓની મુલાકાતે

    November 26, 2026
    રાષ્ટ્રીય

    Mumbai Terrorist Attacksની ૧૮મી વર્ષગાંઠ પર, દેશભરમાં શહીદો અને નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

    November 26, 2026
    રાષ્ટ્રીય

    Pm Modiએ બંધારણ દિવસ નિમિત્તે એક લેખ લખ્યો

    November 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹108,692
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹99,562
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹130,496
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-11-2026 12:33
    Categories
    Latest News

    Gujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો

    November 27, 2026

    CM બાદ નાયબ મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ આદિવાસી જીલ્લાઓના પ્રવાસે

    November 27, 2026

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026

    Rising Stars Asia Cup: સેમિફાઈનલમાં શ્રીલંકા ‘એ’ સામે હારીને ભારત ‘એ’

    November 27, 2026

    New Zealand પ્રવાસમાં ટોસનો અનોખો સંયોગ : 12માંથી 10 ટોસ જીતીને ભારતે રચ્યો વિક્રમ

    November 27, 2026
    Search
    Main News

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026

    Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી

    November 27, 2026

    GST રજીસ્ટ્રેશન હવે સરળતાથી રદ થઈ શકશે

    November 27, 2026

    USથી ડિપોર્ટ થતાં ભારતીયોની સંખ્યામાં એક વર્ષમાં મોટો ઘટાડો

    November 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો

    November 27, 2026

    CM બાદ નાયબ મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ આદિવાસી જીલ્લાઓના પ્રવાસે

    November 27, 2026

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.