વલ્લભીપુર શહેર ખાતે આવેલ સરકારી હોસ્પિટલ જે તાલુકાના મોટાભાગના ગામડાઓના દર્દીઓ સારવાર માટે આવતા જતા હોય છે અને આ હોસ્પિટલમાં આખો દિવસ અનેક દર્દીઓ પોતાનું દર્દ લઇને આવતા હોય છે અને હાઇવે રોડ ઉપરનું વલ્લભીપુર શહેર હોવાથી નાના-મોટા અકસ્માતોના બનાવો બનતા હોય જેને લઇ તાત્કાલિક સારવાર અર્થે વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવતા હોય છે. ત્યારે મળતી માહિતી મુજબ હાલ સરકારી હોસ્પિટલ ખાતે ત્રણ કાયમી ડોક્ટરોની જગ્યા મંજૂર કરાઇ છે. પરંતુ ઘણા સમયથી આ હોસ્પિટલમાં કાયમી ડોક્ટરો એકપણ નથી જે હાલ અલગ અલગ ડેપ્યુટેશન ઉપર મુકવામાં આવતા ડોક્ટરો દ્વારા ગાડુ ચાલી રહ્યું છે અને કાયમી ડોક્ટરોને મુકવામાં આવતા નથી ત્યારે ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે યોગ્ય કરવું જરૂરી બન્યું હોય તેમજ વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખાતે ફાર્માસિસ્ટની જગ્યા પણ ખાલી હોય જેને લઇને દર્દીઓને દવાઓ સ્ટાફ નર્સ આપી રહ્યા છે જેથી આ બંને નિમણૂક જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાકીદે કરવી જરૂરી બની છે. વલ્લભીપુરના રાજકીય નેતાઓ પોતાના રોટલા શેકી રહ્યા હોય અને લોકોની સુવિધા અને આરોગ્યને પણ ધ્યાન બહાર કરી રહ્યા છે જે ટીકાસ્પદ બનેલ છે.
Trending
- Samantha Ruth Prabhu પતિ Rajની Filmમાં Salmanની Heroin નહીં બને
- Pregnant Deepika Padukoneએ King Film માટે શૂટિંગ આગળ ધપાવ્યું
- Kangana Ranautએ Mumbaiમાં Queen 2 માટે શૂટિંગ શરૂ કરી દીધું
- ખબર નહોતી કે તેમના વગર કેવી રીતે જીવીશ…: Dharmendraને યાદ કરી સ્ટેજ પર જ રડી પડ્યા Hema Malini
- Tumbbad 2 માટે Priyanka Chopra, Katrina Kaif અથવા Nayantharaની વિચારણા
- પૈસાની જરૂર હોવાથી Reel બનાવું છું, મજાક નહિ મદદ કરોઃ Rahul Roy
- OTT પર May Monthની શરૂઆત રોમાંચક રહેશે: ઘણી મોટી ફિલ્મો અને Series રિલીઝ થશે
- Sanjay Kapoorના બેંક ખાતા ફ્રીઝ, Karishma Kapoorના સંતાનોને Courtમાંથી રાહત

