New Delhi, તા.13
મિડલ-ઇસ્ટના સંકટના કારણે ઇંધણના ઉભા થયેલા સંકટના કારણે વડાપ્રધાન મોદીએ પેટ્રોલ-ડીઝલની બચત કરવાની અપીલ કરી હતી. તેની અસર હવે ભાજપના મંત્રીઓમાં પડવા લાગી છે. ખુદ વડાપ્રધાન મોદીએ પોતાના કાફલામાં ગાડીઓની સંખ્યા અડધી કરીને પહેલ કરી છે. વડાપ્રધાને કહ્યું છે કે તેના કાફલામાં ઇલેક્ટ્રીક વાહનો વધારવામાં આવે, તેના માટે નવા વાહનો ન ખરીદવામાં આવે.
વડાપ્રધાનની પહેલને પગલે કેન્દ્ર સરકારના મંત્રાલયોએ પણ ઇંધણની બચતની કવાયત શરૂ કરી દીધી છે. ભાજપ શાસિત રાજ્યોના કેટલાક મુખ્યમંત્રીઓએ પણ પોતાના કાફલામાં વાહનોની કપાતના નિર્દેશ આપ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના સીએમે પણ આ નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી સીઆર પાટિલે પણ એસ્કોર્ટ વાહન ન લેવાનો નિર્ણય કર્યો છે.
ઇ-સ્કૂટર પર આવ્યા મધ્ય પ્રદેશના મંત્રી મધ્ય પ્રદેશના ઉર્જા મંત્રી પ્રદ્યુમનસિંહ તોમર ઇ-સ્કૂટર ચલાવીને આવ્યા હતા તો લઘુ ઉદ્યોગ નિગમના અધ્યક્ષ સત્યેન્દ્ર ભૂષણસિંહે સરકારી ગાડી છોડીને ઇ-રિક્ષામાં સફર શરૂ કરી દીધી છે.
યુપીના સીએમ યોગીએ પોતાના કાફલા, મંત્રીઓ અને નોકરશાહોની ગાડીની સંખ્યામાં 50 ટકાનો આદેશ આપ્યો છે. સપ્તાહમાં એક દિવસ ‘નો વ્હીકલ-ડે’ અને સરકારી બેઠકોને 50 ટકા સુધી ઓનલાઇન કરવાનો નિર્દેશ આવ્યો છે. તેમણે જન પ્રતિનિધિઓને સપ્તાહમાં એકવાર પબ્લીક ટ્રાન્સપોર્ટના ઉપયોગ કરવાનો કર્યો છે.
મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી ડો. મોહન યાદવે પણ તેના કાફલામાં ગાડીની સંખ્યા 13થી ઘટાડીને 8 કરી દીધી છે.
અને ગાડીઓની રેલી ન કાઢવાની પણ અપીલ કરી છે. દિલ્હીના ભાજપ નેતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કેબિનેટના મંત્રી, ધારાસભ્ય અને અધિકારીઓને જરૂરિયાત અનુસાર ન્યુનત્તમ વાહનો ઉપયોગ કરવાની સૂચના આપી છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ વાહનોનો બિનજરૂરી ઉપયોગ ન કરવા સલાહ આપી છે. મહારાષ્ટ્રની સરકારે બિન જરૂરી વિમાન યાત્રા પર મંત્રીઓને રોક લગાવી છે. ગુજરાતના ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પીએમની અપીલને માન આપી પોતાની પ્રસ્તાવિત અમેરિકા યાત્રા રદ કરી છતીસગઢમાં એસપી, પોલીસ અધિકારીઓએ પોતાની સરકારી ગાડીઓ છોડીને સાઇકલ પર ઓફિસે જવાનું શરૂ કરી દીધું છે.

