Lucknow,તા,14
આગામી માસમાં દેશમાં નેરૂત્યના ચોમાસાના થનારા આગમન પુર્વે જ હવામાને તોફાની દ્રશ્યો અને મોટાપાયે જાનહાની સર્જવાનું શરૂ કરી દીધુ છે. દેશમાં ભારે ગરમીના સમય વચ્ચે સક્રીય રહેલા વેસ્ટર્ન ડિસ્ટબન્સની સૌથી ખરાબ અસર ગઈકાલે ઉતરપ્રદેશમાં અનેક જીલ્લાઓમાં જોવા મળી હતી. રાજયમાં ગઈકાલે તોફાની વાવાઝોડા જેવા પવન ધૂળની આંધી તથા ભારે વરસાદના કારણે 24 કલાકમાં જ 96 મોત થયા છે.
કાચા પાકા મકાનોના પતરા-લાકડાની છતો પણ ભારે પવનના કારણે હવામાં ઉડીને દુર દુર સુધી ફેકાઈ હતી તો વૃક્ષો ધરાશાયી થવાથી તથા વિજ થાંભલા પડી જતા માર્ગોમાં આવાજારી રોકાઈ ગઈ હતી અને વિજળી-સંદેશાવ્યવહાર પણ કપાઈ ગયો હતો.
રાજયમાં બે પ્રકારના હવામાન જોવા મળી રહ્યુ છે અને અનેક જીલ્લાઓમાં ભારે ગરમીની સ્થિતિ છે તો રાજયના પ્રયાગરાજ-અયોધ્યા સહિતના 30 જીલ્લાઓમાં કાલે આંધી-તોફાન-વરસાદના કારણે તબાહી સહિત મોટી સંખ્યામાં મોત થયા છે. અહી અનેક સ્થળોએ 80 કિલોમીટરની ગતિએ પવન ફુંકાયો હતો.
તેમાં બરેલીમાં એક વ્યક્તિ પોતાના કાચા આવાસના પતરાનું છાપરૂ ઉડી ન જાય તે માટે મજબૂત રીતે પકડીને ઉભો હતો પણ હવાની પ્રચંડ તાકાતમાં તે છાપરા સાથે હવામાં ઉડયો હ્તો અને તે દ્રશ્ય વાયરલ થયુ છે તો અનેક સ્થળોએ વૃક્ષો તુટી પડતા મકાન-વાહનો દબાયા છે.
અનેક સ્થળોએ ભારે પવનના કારણે બસો-ટ્રકો-મોટર સહિતના વાહનોને ચલાવવા મુશ્કેલ હોવાથી માર્ગોમાં સલામત રીતે થંભાવી દઈને લોકો સલામત બનાવ્યા તો ભારે તોફાનના કારણે દિલ્હી-હાવડા રૂટ પર લગભગ દોઢ કલાક સુધી 22 જેટલી ટ્રેનોને થંભાવી દેવાની ફરજ પડી હતી તો ટ્રક માર્ગ પર ભારે થાંભલા પડતા ટ્રેન વ્યવહાર રોકાઈ ગયો હતો.
રાજયના ભદોરીમાં 18 મિઝોપુરમાં 15, પ્રયાગરાજમાં 17 અને પ્રતાપગઢ, બરેલીમાં 4-4 તથા ઉન્નાવમાં 10, બદાયુમાં 6 સહિતના જીલ્લાઓમાં મોત નોંધાયા છે. મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે તાત્કાલીક રાહત બચાવ કામગીરીના આદેશ આપ્યા હતા તથા મૃતકના પરિવારને રાહતની જાહેરાત કરી છે.
અડધા ઉતરપ્રદેશમાં ભારે ગરમીઃ 45.4 ડીગ્રી તાપમાન
લખનૌઃ ઉતરપ્રદેશમાં આંધી તોફાન સાથે અનેક જીલ્લાઓમાં ભારે ગરમીની સ્થિતિ પણ જોવા મળી હતી. રાજયના બુંદેલખંડ સહિતના દક્ષિણના જીલ્લામાં ભારે ગરમીએ ઉષ્ણતામાનનો પારો 45.4 ડીગ્રી બાંદ્રામાં નોંધાયા છે તો ઝાંસીમાં 44.5, પ્રયાગરાજમાં 43.5, હમીરપુરમાં 43.2 તાપમાન નોંધાયું છે.

