Washington/Tehran,તા.25
America-Iran વચ્ચેના 40 દિવસના લાંબા યુદ્ધ બાદ હવે સમજુતી માટેના વધુ એક પ્રયાસ સફળતાની નજીક આવ્યા બાદ નિષ્ફળ થઈ રહ્યા છે. 48 કલાક પુર્વે બન્ને દેશો હોર્મુઝ જળમાર્ગ ખોલવાથી લઈને ઈરાનના અણુ કાર્યક્રમ, સમૃદ્ધ યુરેનિયમના નિકાસ ભથ્થા ઈરાન પરના પ્રતિબંધો હળવા થઈ રહ્યા છે તેવી પ્રબળ આશા સાથે આગળ વધદી રહ્યા છે.
તેવા સંકેતો બાદ હવે બન્ને દેશોએ પીછેહઠ કરી છે તથા શાંતિ સમજુતી પર અચાનક જ બે્રક લાગી ગઈ છે. ઈરાને આરોપ લગાવ્યો છે કે અમેરિકાના વારંવાર બદલતા વલણના કારણે કોઈ આખરી સમજુતી સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.
વાસ્તવમાં પહેલા કોણ એકશન લે તેના પર વાત અટકી છે. અમેરિકા કહે છે કે ઈરાન પહેલા હોર્મુઝ ખોલે તો અમેરિકા આગળ વધશે. ઈરાન તેનું 60 કિલો જેટલુ યુદ્ધ યુરેનિયમ અમેરિકાને સોપવા સંમતી બતાવ્યાના અહેવાલ બાદ હવે તે મુદે કોઈ સમાધાન નહી કરાય તેવી જાહેરાત કરી છે
તો લેબનાનમાં ઈરાન હવે હીઝબુલ્લાની મદદથી આ દેશની લોકશાહી ઢબે ચુંટાયેલી સરકારને ઉથલાવવા પ્રયાસ કરી રહ્યા હોવાનો આરોપ અમેરિકી વિદેશ મંત્રી માર્કેટ રૂબીયોએ મુકયો હતો.
અમેરિકાએ હોર્મુઝની નાકાબંધી ચાલુ જ રાખવાની જાહેરાત કરતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાને કોઈ ઉતાવળ નથી. ઈરાને જાહેર કર્યુ છે કે જયાં સુધી અમેરિકા અમારી `ફ્રીઝ’ કરાયેલી મિલ્કતો છુટી કરે નહી ત્યાં સુધી કોઈ સમજુતી થશે નહી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ મિકસ સિગ્નલો મોકલી રહ્યા છે અને જાહેર કર્યુ છે કે જયાં સુધી પુર્ણ સમજુતી ન થાય ત્યાં સુધી હોર્મુઝનો બ્લોક યથાવત જ રહેશે.
સીએનએનના રિપોર્ટ મુજબ ઈરાન હોર્મુઝ ખોલવા અને તેના શુદ્ધ યુરેનીયમને સુપ્રત કરવા સંમત થાય નહી ત્યાં સુધી કોઈ સમજુતી થશે નહી. પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું કે ઈરાનને અણુબોમ્બ બનાવવા દેવાશે નહી તે નિશ્ચિત છે.

