New Delhi,તા.25
કેન્દ્ર સરકાર દેશમાં નવા હાઈસ્પીડ કોરિડોર બનાવ્યા વિના જ વંદે ભારત ટ્રેનોને સેમિ હાઈસ્પીડ (180થી 200 કિ.મી. દર કલાક) પર દોડાવવાની મહત્વાકાંક્ષી યોજનાને અંતિમ રૂપ આપી રહી છે.
રેલ મંત્રાલયે `મિશન રફતાર’ અંતર્ગત દેશના સૌથી વ્યકત ગોલ્ડન કવાડ્રિલેટરલ અને ડાયગોનલ રેલવે રૂટ્સને મલ્ટી-ટ્રેકીંગ (ત્રીજી અને ચોથી લાઈન)થી ભારે ક્નજેશન (જામ)થી મુકત કરવામાં આવી રહ્યું છે.
દાવો છે કે, વર્ષ 2030 સુધી ભારતના પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણને જોડનાર મુખ્ય રેલ નેટવર્ક પર વંદે ભારત ટ્રેનો હાઈસ્પીડથી દોડશે. આથી યાત્રા સમયમાં 35થી 40 ટકા (12 કલાક સુધી)ની બચત થશે.
રેલમંત્રી અશ્વિની વૈષ્ણવના વિઝન અનુસાર, સેમી હાઈસ્પીડ ડિઝાઈનની વંદે ભારત ટ્રેનોને પૂરી ઝડપથી ક્ષમતા પર ચલાવવા માટે ભારેખમ બજેટ વાળા ડેડીકેટેડ હાઈસ્પીડ કોરિડોરના બદલે હાલના પાયાના માળખામાં સુધારો કરવામાં આવી રહ્યો છે.
મોટા પ્રમાણમાં ટ્રેક પાથરવાનું ચાલતું કામ
બુલેટ ટ્રેનોથી અલગ આ વંદે ભારત ટ્રેનોને સેમી હાઈસ્પીડ પર ચલાવવા માટે સરકાર ભારતીય રેલમાં મોટાભાગમાં અનેક પાટાઓ પાથરવાનું કામ કરી રહી છે. રેલવે બોર્ડના અધિકૃત આંકડા અનુસાર પૂરા નેટવર્કને અપગ્રેડ કરવા માટે દેશભરમાં ગોલ્ડન કવાડ્રિલેટરલ અને ડાયગોલનને જોડનારા રૂટ્સ પર લગભગ 50 વર્ષથી વધુ મોટા મલ્ટી ટ્રેકીંગ પ્રોજેકટ્સ પર એક સાથે કામ ચાલી રહ્યું છે તેની કુલ લંબાઈ 10 હજાર કિલોમીટરથી વધુ છે.
આ ચાર સૌથી મોટા હાઈસ્પીડ કોરિડોર બનશે
આ ચાર કોરિડોર પૈકી દિલ્હીથી ચેન્નાઈની સફર 30 કલાકના બદલે 18થી 20 કલાક થઈ જશે. દિલ્હીથી હાવડાની 17 કલાકની સફર 11 કલાકમાં પૂરી થશે. મુંબઈથી કોલકાતાની 26 કલાકની યાત્રા 17 કલાકમાં પૂરી થશે. દિલ્હીથી મુંબઈની 16 કલાકની સફર ઘટીને 10થી 11 કલાકમાં પૂરી થશે.

